________________
અઘ્ય—૧૪ : તેતલિપુત્ર
તેતલિપુત્ર પ્રધાનનો આદર કરજો, તેમના કહેવા પ્રમાણે કાર્ય કરજો, તેમનો સત્કાર કરજો, તેમનું સન્માન જાળવજો, તેમને આવતા જોઈને ઊભા થજો, તેઓ સ્થિત હોય ત્યારે તેમની ઉપાસના કરજો, તેઓ જાય ત્યારે તેમની પાછળ મૂકવા જજો, તેઓને તમારા આસનના અર્ધભાગ ઉપર બેસાડજો અને તેમના સુખ સગવડની સામગ્રીની વૃદ્ધિ કરજો.
૩૩૩
ત્યાર પછી કનકધ્વજે પદ્માવતી દેવીની આ વાતનો સ્વીકાર કર્યો યાવત્ તેમની સુખ સગવડતાની સામગ્રીમાં વૃદ્ધિ કરી દીધી.
તેતલિ પ્રધાનને બોધ આપવા પોટ્ટિલ દેવના ઉપાયોઃ
| ३६ त णं से पोट्टिले देवे तेयलिपुत्तं अभिक्खणं- अभिक्खणं केवलिपण्णत्ते धम्मे संबोहेइ, णो चेव णं से तेयलिपुत्ते संबुज्झइ । तए णं तस्स पोट्टिलदेवस्स इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु कणगज्झए राया तेयलिपुत्तं आढाइ जाव भोगं च अणुवड्डेइ, तए णं से तेयलिपुत्ते अभिक्खणं- अभिक्खणं संबोहिज्जमाणे विधम्मे णो संबुज्झइ । तं सेयं खलु मम कणगज्झयं तेयलिपुत्ताओ विप्परिणामित्तए त्ति कट्टु एवं संपेहेइ, संपेहित्ता कणगज्झयं तेयलिपुत्ताओ विप्परिणामेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી પોટ્ટિલ દેવ તેતલિપુત્રને વારંવાર કેવળી પ્રરૂપિત ધર્મનો પ્રતિબોધ આપવા લાગ્યા પરંતુ તેતલિપુત્ર પ્રતિબોધ પામ્યા જ નહીં. ત્યારે પોટ્ટિલ દેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે– કનકધ્વજ રાજા તેતલિપુત્રનો આદર કરે છે યાવત્ તેની સુખ સગવડતા વધારે છે તેથી વારંવાર પ્રતિબોધિત કરવા છતાં તેતલિપુત્ર ધર્મમાં પ્રતિબોધિત થતા નથી, તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે ગમે તેમ કરીને કનકધ્વજને તેતલિપુત્રથી વિરુદ્ધ કરવા. આ પ્રમાણે વિચાર કરીને પોટ્ટિલ દેવે કનકધ્વજને તેતલિપુત્રથી વિરુદ્ધ કરી દીધા.
| ३७ तए णं तेयलिपुत्ते कल्लं पहाए जाव आसखंधवरगए बहूहिं पुरिसेहिं सद्धिं संपरिवुडे साओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव कणगज्झए राया तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્રે બીજે દિવસે સ્નાન કરીને યાવત્ શ્રેષ્ઠ ઘોડાની પીઠ પર સવાર થઈને ઘણા પુરુષોથી પરિવૃત થઈને પોતાના ઘેરથી નીકળીને કનકધ્વજ રાજા પાસે જવા પ્રયાણ કર્યું. ३८ त णं तेयलिपुत्तं अमच्चं से जहा बहवे राईसरतलवर जाव पभिइओ पासंति ते तहेव आढायंति परिजाणंति अब्भुट्ठेति, अंजलिपरिग्गहं करेंति, इट्ठाहिं कंताहिं जाव वग्गूहिं आलवमाणा य संलवमाणा य पुरओ य पिटुओ य पासओ य मग्गओ य समणुगच्छंति । ભાવાર્થ:- તેતલિપુત્ર પ્રધાનને માર્ગમાં જોતા જ ઘણા ઐશ્વર્યવાન, તલવર, વગેરે અનેક લોકોએ પહેલાની જેમ જ તેમનો આદર કર્યો, તેમના આગમનથી ખુશ થયા, ઊભા થયા, હાથ જોડ્યા, ઇષ્ટ, કાંતાદિ વચનોથી વાર્તાલાપ કરતાં તેમની આગળ, પાછળ અને આજુબાજુમાં રહી તેમની સાથે ચાલવા લાગ્યા.
३९ त णं से तेयलिपुत्ते जेणेव कणगज्झए राया तेणेव उवागच्छइ । तए णं कणगज्झए राया तेयलिपुत्तं एज्जमाणे पासइ,' पासित्ता णो आढाइ, णो परियाणाइ, णो अब्भुट्ठेइ, अणाढ