________________
[ ૩૩ર |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાજાને આધીન રહીને કાર્ય કરનારા છીએ. હે દેવાનુપ્રિય! તમે કનકરથ રાજાના સર્વ કાર્યોમાં વિશ્વાસપાત્ર રહ્યા છો યાવતું રાજ્યધુરાના ચિંતક છો, તેથી હે દેવાનુપ્રિય ! જો કોઈ કુમાર રાજલક્ષણોથી યુક્ત અને અભિષેકને યોગ્ય હોય તો તમે અમને આપો, જેથી અમે મહાન રાજ્યાભિષેકથી તેનો અભિષેક કરીએ. ३३ तए णं तेयलिपुत्ते तेसिं ईसरपभिईणं एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता कणगज्झयं कुमारं हायं जाव सस्सिरीयं करेइ, करित्ता तेसिं ईसरपभिईणं उवणेइ, उवणित्ता एवं वयासी-एसणं देवाणुप्पिया !कणगरहस्सरण्णो पुत्ते, पउमावईए देवीए अत्तए कणगज्झए णाम कुमारे अभिसेयारिहे रायलक्खणसंपण्णे, मए कणगरहस्स रण्णो रहस्सियं संवड्डिए । एयं णं तुब्भे महया-महया रायाभिसेएणं अभिसिंचह । सव्वं च से उट्ठाणपरियावणियं
परिकहेइ।
ભાવાર્થ :- ત્યાર પછી તે રાજેશ્વર, તલવર વગેરે લોકોની આ વાત સાંભળીને તેતલિપુત્રે કનકધ્વજ કુમારને સ્નાન કરાવી સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો અને રાજેશ્વર આદિની પાસે લાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ કનકરથ રાજાનો પુત્ર અને પદ્માવતીદેવીનો આત્મજ કનકધ્વજ કુમાર અભિષેકને યોગ્ય છે, તે રાજલક્ષણોથી સંપન્ન છે. કનકરથ રાજાથી છૂપાવીને મેં તેનું સંવર્ધન કર્યું છે. તમે મહાન રાજ્યાભિષેકથી તેનો અભિષેક કરો. આ પ્રમાણે કહીને તેણે કુમારના જન્મ, પાલન-પોષણ વગેરે અથથી ઇતિ સુધીની જીવન ઘટના કહી સંભળાવી. કનકધ્વજનો રાજ્યાભિષેક:३४ तए णं ते ईसरपभिइओ कणगज्झयं कुमारं महया-महया रायाभिसेएणं अभिसिंचंति तए णं से कणगज्झए कुमारे राया जाए, महया हिमवंतमहंतमलयमंद-महिंदसारे जाव रज्जं पसासेमाणे विहरइ। ભાવાર્થ - ત્યાર પછી તે રાજેશ્વર, તલવર વગેરે નગરજનોએ કનકધ્વજ કુમારનો મહાન રાજ્યાભિષેક કર્યો અને કનકધ્વજકુમાર રાજા થઈ ગયા. લોક મર્યાદાનું રક્ષણ કરવામાં તે મહાહિમવંત પર્વત જેવા હતા, તેમની ચોમેર ફેલાયેલી તેની યશ-કીર્તિ મહામલય જેવી હતી અને તેનું સંકલ્પબળ, દેઢ પ્રતિજ્ઞાવાળું અને મેરુ પર્વત જેવું દેઢ હતું. આ રીતે તે રાજ્યનું પાલન કરતા યાવત્ રહેવા લાગ્યા. ३५ तए णं सा पउमावई देवी कणगज्झयं रायं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- एसणं पुत्ता ! तव रज्जे य जाव अंतेउरे य तुमं च तेयलिपुत्तस्स अमच्चस्स पहावेणं । तेयलिपुत्तं अमच्चं आढाहि परिजाणाहि, सक्कारेहि, सम्माणेहि, इंतं अब्भुटेहि ठियं पज्जुवासाहि, वच्चंतं पडिसंसाहेहि, अद्धासणेणं उवणिमंतेहि, भोगं च से अणुवड्डेहि ।
तए णं से कणगज्झए पउमावईए देवीए वयणं तह त्ति पडिसुणेइ जाव भोगं च से अणुवड्डेइ । ભાવાર્થ - તે સમયે પદ્માવતી દેવીએ કનકધ્વજ રાજાને બોલાવીને કહ્યું- હે પુત્ર! તમારું આ રાજ્ય થાવત્ અંતઃપુર અને તમે પોતે, આ સર્વ જે કાંઈ છે તે તેતલિપુત્ર પ્રધાનના પ્રભાવથી જ છે, તેથી તમે