________________
| અધ્ય–૧૪: તેતલિપુત્ર
[ ૩૩૧ ]
જઈને પોતે જ આભરણ, માળા અને અલંકાર ઉતાર્યા, સ્વયં જ પંચમુષ્ટિ લોચ કર્યો, લોચ કરીને સુવ્રતા આર્યા પાસે આવીને તેમને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવતી ! આ સંસાર ચારે બાજુથી બળી રહ્યો છે, ઇત્યાદિ ભાવો વ્યક્ત કરીને દેવાનંદાની જેમ પોઢિલા, સુવ્રતા આર્યા પાસે દીક્ષિત થઈ. અનુક્રમે અગિયાર અંગોનું અધ્યયન કર્યું, ઘણા વર્ષો સુધી ચારિત્રનું પાલન કર્યું, અંત સમયે એક માસની સંલેખના કરી, પોતાના શરીરને ક્રશ કરીને, સાઠ ભક્તનું અનશન કરીને, પાપ કર્મની આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક કાલના સમયે કાલધર્મ પામીને તે કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ. કનકરથનું મૃત્યુ-રાજ્યાભિષેક માટે વિચારણા - |३२ तए णं से कणगरहे राया अण्णया कयाइ कालधम्मुणा संजुत्ते यावि होत्था । तए णं राईसर जाव णीहरणं करेंति, करित्ता अण्णमण्णं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! कणगरहे राया रज्जेय जावपुत्तेवियंगित्था, अम्हे णंदेवाणुप्पिया !रायाहीणा,रायाहिट्ठिया, रायाहीणकज्जा । अयं च णं तेतली अमच्चे कणगरहस्स रण्णो सव्वट्ठाणेसु सव्वभूमियासु लद्धपच्चए दिण्णवियारे सव्वकज्जवड्डावए यावि होत्था । तंसेयं खलु अम्हं तेयलिपुत्तं अमच्वं कुमार जाइत्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता जेणेव तेयलिपुत्ते अमच्चे तेणेव उवागच्छति, उवागच्छित्ता तेयलिपुत्तं एवं वयासी
एवं खलु देवाणुप्पिया! कणगरहे राया रज्जे य जाव वियंगेइ, अम्हे य णं देवाणुप्पिया! रायाहीणा रायाहिट्ठिया रायाहीणकज्जा । तुमं च णं देवाणुप्पिया ! कणगरहस्स रण्णो सव्वट्ठाणेसु जाव रज्जधुराचिंतए होत्था । तं जइ णं देवाणुप्पिया ! अत्थि केइ कुमारे रायलक्खणसंपण्णे अभिसेयारिहे, तं णं तुमं अम्हं दलाहि, जा णं अम्हे महया रायाभिसेएणं अभिसिंचामो । ભાવાર્થ:- ત્યારપછી કોઈક સમયે કનકરથ રાજા મૃત્યુ પામ્યા. ત્યારે રાજેશ્વર, તલવર વગેરે લોકોએ રાજાનો અગ્નિસંસ્કાર કર્યો.
- ત્યાર પછી તેઓએ પરસ્પર મળીને આ પ્રમાણે વિચાર કર્યો કે હે દેવાનુપ્રિયો ! કનકરથ રાજાએ રાજ્ય આદિમાં આસક્ત થઈને પોતાના પુત્રોને વિકલાંગ કરી દીધા છે. હે દેવાનુપ્રિયો! આપણે તો રાજાને આધીન છીએ, રાજાથી અધિષ્ઠિત થઈને રહેનારા છીએ અર્થાત્ રાજાની આજ્ઞામાં રહેવા જ ટેવાયેલા છીએ, આપણા બધા જ કાર્યો રાજાને આધીન હોય છે. તેતલિપુત્ર પ્રધાન રાજા કનકરથના સર્વ કાર્યોમાં અને સર્વ ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહ્યા છે, તેઓ લોકહિતકારી વિચારો કરનારા છે અને રાજ્યના સર્વ કામ પાર પાડનારા છે. તેથી આપણે તેતલિપુત્ર પ્રધાન પાસે જઈને રાજાને યોગ્ય કોઈ કુમારની યાચના કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને, પરસ્પરમાં આ વાતનો સ્વીકાર કરીને તેઓ તેતલિપુત્ર પ્રધાનની પાસે આવ્યા અને તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું,
હે દેવાપ્રિય ! કનકરથ રાજા રાજ્યમાં તથા રાષ્ટ્રમાં આસક્ત હતા. તેથી તેણે પોતાના દરેક પત્રોને વિકલાંગ કરી નાખ્યા છે. હે દેવાનુપ્રિય ! આપણે રાજાને આધીન રહેનારા છીએ પાવતુ આપણે