________________
| 330
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારે તેતલિપુત્રે પોટ્ટિલાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે મુંડિત અને પ્રવ્રજિત થઈને કાલના સમયે કાલધર્મ પામીને કોઈપણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થશો, હે દેવાનુપ્રિય! તમે જો તે દેવલોકમાંથી આવીને મને કેવલી પ્રરૂપિત ધર્મનો પ્રતિબોધ આપવાની વાતનો સ્વીકાર કરતા હો, તો તમને દીક્ષા લેવા માટે મારી આજ્ઞા છે અને જો તમે મને પ્રતિબોધ આપવાની વાત સ્વીકારતા નહો તો મારી આજ્ઞા નથી.
ત્યારે પોઠ્ઠિલાએ તેતલિપુત્રના કથનનો સ્વીકાર કર્યો અર્થાત્ વચનબદ્ધ થયા ३० तए णं तेयलिपुत्ते विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावित्ता मित्तणाइ जाव आमंतेइ. आमंतित्ता जावसम्माणेइ,सम्माणित्ता पोटिलंण्हायं जावसव्वलंकारविभूसियं पुरिससहस्सवाहिणीयं सीयं दुरुहित्ता मित्तणाइ जाव परिवुडे सव्विड्डीए जाव दुंदुहिणिग्घोस णाइय रवेणं तेतलिपुरस्स मज्झमज्झेणं जेणेव सुव्वयाणं उवस्सए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरुहइ पच्चोरुहित्ता पोट्टिलं पुरओ कटु जेणेव सुव्वया अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! मम पोट्टिला भारिया इट्ठा जाव एस णं संसारभउव्विग्गा जाव पव्वइत्तए। पडिच्छंतुणं देवाणुप्पिए! सिस्सिणिभिक्खं दलयामि । अहासुह, मा पडिबंध करेहि । ભાવાર્થ - ત્યારપછી તેતલિપુત્રે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવ્યો. મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા અને તેઓનો યથોચિત સત્કાર કર્યો, સન્માન કર્યું. ત્યાર પછી પોટ્ટિલાને સ્નાન કરાવ્યું યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત કરી અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસાડીને મિત્રો તથા જ્ઞાતિજનો આદિની સાથે સમસ્ત ઋદ્ધિ સહિત યાવતુ દુભિના ઘોષપૂર્વક યાવતુ તેતલિપુર નગરની મધ્યે થઈને સુવ્રતા સાધ્વીના ઉપાશ્રયમાં આવ્યા, પોટ્ટિલાને શિબિકામાંથી ઉતારી, ત્યાર પછી તેને આગળ રાખીને(પોતે તેની પાછળ ચાલતા) સુવ્રતા આર્યાની સમીપે આવ્યા. તેઓને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયે! આ મારી પોટ્ટિલા ભાર્યા મને ઇષ્ટ છે, તે સંસારના ભયથી વ્યાકુળ બનીને યાવત દીક્ષા અંગીકાર કરવા ઇચ્છે છે; તો હે દેવાનુપ્રિયે! હું આપને શિષ્યારૂપે ભિક્ષા આપું છું, તેનો આપ સ્વીકાર કરો. તે આર્યાએ કહ્યું- જેમ સુખ ઉપજે તેમ કરો; વિલંબ ન કરો
३१ तए णं सा पोट्टिला सुव्वयाहिं अज्जाहिं एवं वुत्ता समाणा हट्टतुट्ठा उत्तरपुरित्थमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणेव सुव्वयाओ अज्जाओ तेणेव उवाच्छइ, उवागच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- आलित्ते णं भंते ! लोए एवं जहा देवाणंदा जाव ए क्कारस अंगाई अहिज्जइ, बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झोसित्ता सद्धि भत्ताई अणसणेणं छेइत्ता आलोइय पडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेसुदेवलोएसुदेवत्ताए उववण्णा। ભાવાર્થ - સુવ્રતા આર્યાએ આ પ્રમાણે કહ્યું ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયેલી પોલિાએ ઈશાનકોણમાં