________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
[ ૩૨૯ ]
અંગીકાર કર્યો. તે આર્યાઓને વંદના-નમસ્કાર કર્યા અને તેઓને વિદાય આપી. ત્યારપછી પોટ્ટિલા શ્રમણો- પાસિકા થઈ ગઈ પાવતુ આહારાદિનું દાન આપતી જીવન પસાર કરવા લાગી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પોઢિલા દ્વારા સાધ્વીઓને દાનશાળામાંથી ગોચરી વહોરાવવાનું અને પોતાની મનોકામના પ્રગટ કરવાનું કથન છે. શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્રાનુસાર જૈન સાધુસાધ્વીઓને દાનપિંડ લેવાનો નિષેધ હોય છે. જે પદાર્થો કેવળ દાન માટે જ બનાવેલા હોય તેને જ દાનપિંડ કહે છે પરંતુ જે ભોજનમાંથી યાચકોને દાન અપાતું હોય તેમજ તે દાનશાળાના કર્મચારીઓ, કુટુંબીજનો અને સ્વજનો આદિ પણ ત્યાં ભોજન કરતા હોય, તો તેમાંથી જૈન સાધુ-સાધ્વી લઈ શકે છે.
ગૃહસ્થ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મુનિને પૂછે, ત્યારે મુનિએ પોતાની સંયમ મર્યાદા અનુસાર ઉચિત હોય તો જ ઉત્તર આપવો જોઈએ. પ્રસ્તુત સુત્રોમાં સાધ્વીઓએ પોટ્ટિલાના પ્રશ્નનો ઉત્તર આપવા માટે સ્પષ્ટ નિષેધ કર્યો અને પોટ્ટિલાની ઇચ્છાનુસાર પ્રાપ્ત તેને ધર્મનો ઉપદેશ આપ્યો. સાધુ-સાધ્વીજીઓ ગોચરીના પ્રસંગે ધર્મકથા વગેરે કરતા નથી પરંતુ આવશ્યક હોય ત્યારે તેઓ સંક્ષેપમાં ઉપદેશ આપી શકે છે અને વ્રત પ્રત્યાખ્યાન કરાવી શકે છે; તેમજ કોઈના પ્રશ્નોના ઉત્તર પણ આપી શકે છે. આ પ્રકારનું વિધાન શ્રી વ્યવહાર સૂત્રમાં છે. પોઢિલાની દીક્ષા અને સંયમ સાધના - २८ तए णं तीसे पोट्टिलाए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसिकुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था- एवं खलु अहं तेयलिपुत्तस्स पुष्वि इट्ठा कंता जाव परिभोगं वा । तं सेयं खलु मम सुव्वयाणं अज्जाणं अंतिए पव्वइत्तए, एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभायाए जेणेव तेयलिपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु देवाणुप्पिया !मए सुव्वयाणं अज्जाणं अंतिए धम्मे णिसंते जाव अब्भणुण्णाया पव्वइत्तए। ભાવાર્થ - ત્યારપછી કોઈ એકવાર પોટ્ટિલા મધ્યરાત્રિએ કુંટુંબનો વિચાર કરતી જાગી રહી હતી. ત્યારે તેને આ પ્રમાણે વિચાર આવ્યો કે હું પહેલા તેતલિપુત્રને ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છું યાવતું મને જોવા અને મારો ઉપભોગ કરવાની વાત જ કયાંથી હોય? તેથી મારે સુવ્રતા આર્યા પાસે દીક્ષા ગ્રહણ કરવી તે જ શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે પ્રભાત થતાં જ તે તેતલિપુત્ર પાસે ગઈ. જઈને બંને હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહ્યું કે મેં સુવ્રતા આર્યા પાસેથી ધર્મ સાંભળ્યો છે, તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે, તેથી આપની આજ્ઞા મેળવીને હું પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
२९ तए णं तेयलिपुत्ते पोट्टिलं एवं वयासी- एवं खलु तुमं देवाणुप्पिए ! मुंडा भवित्ता पव्वइया समाणी कालमासे कालं किच्चा अण्णयरेसुदेवलोएसु उववज्जिहिसि । तं जइ णं तुम देवाणुप्पिए ! ममं ताओ देवलोयाओ आगम्म केवलिपण्णत्ते धम्मे बोहिहि, तो हं विसज्जेमि । अह णं तुमं ममंण संबोहेसि, तो ते ण विसज्जेमि । तए णं सा पोट्टिला तेयलिपुत्तस्स एयमटुं पडिसुणेइ ।