________________
[ ૩૨૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
કરનારા, કાયાનું આકર્ષણ કરનારા, આભિયોગિક–પરાભવ કરનારા, વશીકરણયોગ, કૌતુક કર્મ-સૌભાગ્ય વર્ધક સ્નાન આદિ, ભૂતિકર્મ–મંત્રિત કરેલી ભભૂતિનો પ્રયોગ અથવા કોઈ મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા (એક પ્રકારનું ઘાસ), ગોળી, ઔષધ કે ભેષજ વગેરે વસ્તુઓના પ્રયોગ જે તમે જાણેલા હોય તે મને આપો, જેથી હું તેતલિપુત્રને પાછી ઇષ્ટ બનું. પોઢિલ્લા દ્વારા શ્રાવિકાવત ગ્રહણઃ२६ तएणं ताओ अज्जाओ पोट्टिलाए एवं वुत्ताओ समाणीओ दोवि कण्णे(अंगुलिय) ठाउँति, ठावेत्ता पोट्टिलं एवं वयासी- अम्हे णंदेवाणुप्पिया ! समणीओ णिग्गंथीओ जाव गुत्तबंभचारिणीओ । णो खलु कप्पइ अम्हं एयप्पयारं कण्णेहिं विणिसामेत्तए, किमंग पुण उवदंसित्तए वा आयरित्तए वा? अम्हे णं तव देवाणुप्पिया! विचित्तं केवलिपण्णत्तं धम्म परिकहिज्जामो। ભાવાર્થ - પોટ્ટિલાએ તે આર્યાઓને આ પ્રમાણે કહ્યું ત્યારે તે આર્યાઓએ પોતાના બંને કાનો પર હાથ મૂકી દીધા. હાથથી કાન ઢાંકીને તેઓએ પોટ્ટિલાને કહ્યું- હે દેવાનુપ્રિયે ! અમે નિગ્રંથ શ્રમણીઓ છીએ થાવત ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. આવા વચન અમને કાનથી સાંભળવા પણ કલ્પતા નથી, તો આ વિષયનો ઉપદેશ દેવો કે આચરણ કરવું તો કેવી રીતે કહ્યું? હે દેવાનુપ્રિય ! અમે તમને શ્રમણ ધર્મ અને શ્રાવકધર્મરૂપ અદ્ભુત એવા કેવળી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપી શકીએ. २७ तए णं सा पोट्टिला ताओ अज्जाओ एवं वयासी- इच्छामि णं अज्जाओ ! तुम्हं अंतिए केवलिपण्णत्तं धम्म णिसामित्तए । तए णं ताओ अज्जाओ पोट्टिलाए विचित्तं केवलि पण्णत्तं धम्म परिकहेंति । तए णं सा पोट्टिला धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठा एवं वयासी- सद्दहामिणं अज्जाओ !णिग्गंथं पावयणं जावसे जहेयं तुब्भे वयह । इच्छामि णं अहं तुम्भं अंतिए पंचाणुव्वइयं सत्त सिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जित्तए । अहासुहं देवाणुप्पिए ।
तएणं सा पोट्टिला तासिं अज्जाणं अंतिए पंचाणुव्वइयं जाव गिहिधम्म पडिवज्जइ, ताओ अज्जाओ वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पडिविसज्जेइ । तए णं सा पोट्टिला समणोवासिया जाया जाव पडिलाभमाणी विहरइ । ભાવાર્થ - ત્યારપછી પોલિાએ તે આર્યાઓને કહ્યું- હે આર્યાઓ ! આપની પાસે કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ પોટિલાને અનેક પ્રકારે કેવળી પ્રરૂપતિ ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મનો ઉપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને પોટ્ટિલા હૃષ્ટ-તુષ્ટ થઈને આ પ્રમાણે બોલીહે આર્યાઓ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવત્ જેમ આપે કહ્યું, તે તેમ જ છે, તેથી હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે આર્યાઓએ કહ્યું- હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે, તેમ કરો.
ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાઓ પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ શ્રાવક ધર્મને