________________
| अध्यः-१४ : dalaya
| उ२७ ।
તેતલિપુત્રે આ પ્રમાણે દાનશાળાનું કાર્ય સોંપ્યું ત્યારે પોટ્ટિલા ઘણી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ. તેતલિપુત્રની આ વાત સાંભળીને, સ્વીકારીને ભોજનશાળામાં દરરોજ વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ; તે ચારે પ્રકારનો આહાર બનાવડાવી તે અશનાદિ શ્રમણાદિને આપતી અને અપાવતી રહેવા લાગી. સુવ્રતા આર્યાનું આગમન અને પોલિાનો પ્રશ્ન:२४ तेणं कालेणं तेणं समएणं सुव्वयाओ णामं अज्जाओ ईरियासमियाओ जाव गुत्तबंभयारिणीओ बहुस्सुयाओ बहुपरिवाराओ पुव्वाणुपुर्वि चरमाणीओ जेणामेव तेयलिपुरे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हति, ओगिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणीओ विहरंति। ભાવાર્થ - તે કાલે તે સમયે ઈર્ષા સમિતિથી યુક્ત યાવત ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુત, વિશાળ પરિવાર ધારક સુવ્રતા નામના આર્યા અનુક્રમથી વિહાર કરતાં-કરતાં તેતલિપુર નગરમાં પધાર્યા અને યથોચિત ઉપાશ્રયની આજ્ઞા લઈને તેમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. २५ तए णं तासिं सुव्वयाणं अज्जाणं एगे संघाडए पढमाए पोरिसीए सज्झायं करेइ जाव अडमाणीओ तेयलिपुत्तस्स गिहं अणुपविट्ठाओ । तए णं सा पोट्टिला ताओ अज्जाओ एज्जमाणीओ पासइ, पासित्ता हट्ठतुट्ठा आसणाओ अब्भ?इ, अब्भुट्टित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता विउलं असणं पाणंखाइमं साइमं पडिलाभेइ, पडिलाभित्ता एवं वयासी
एवं खलु अहं अज्जाओ ! तेयलिपुत्तस्स पुदिव इट्ठा कंता पिया मणुण्णा मणामा आसी, इयाणिं अणिट्ठा जाव दंसणं वा परिभोगं वा । तं तुब्भे णं अज्जाओ ! सिक्खियाओ, बहुणायाओ, बहुपढियाओ बहूणि गामागर जाव आहिंडह, बहूणं राईसर जाव गिहाई अणुपविसह, तं अत्थियाई भे अज्जाओ ! केइ कहिंचि चुण्णजोए वा, मंतजोगे वा कम्मणजोए वा हियउड्डावणे वा काउड्डावणे वा आभिओगिए वा वसीकरणे वा कोउयकम्मे वा भूइकम्मे वा मूले कंदे छल्लो वल्ली सिलिया वा गुलिया वा ओसहे वा भेसज्जे वा उवलद्धपुव्वे ? जेणाहं तेयलिपुत्तस्स पुणरवि इट्ठा भवेज्जामि । ભાવાર્થ:- ત્યારપછી તે સુવ્રતા આર્યાના એક સંઘાડાએ પ્રથમ પહોરે સ્વાધ્યાયાદિ કરીને યાવત્ ભિક્ષા માટે ફરતાં-ફરતાં તેતલિપુત્રના ઘરમાં પ્રવેશ કર્યો. તે આર્યાને આવતા જોઈ પોટ્ટિલા દૃષ્ટ-તુષ્ટ થઈ, પોતાના આસનથી ઊભી થઈ, વંદના-નમસ્કાર કર્યા અને વિપુલ અશન, પાન, ખાધ અને સ્વાદ્ય આદિ ચારે પ્રકારનો આહાર વહોરાવ્યો, આહાર વહોરાવીને આર્યાઓને આ પ્રમાણે કહ્યું –
आयमिओ!ई पडेसाततलिपुत्रनेट, तप्रिय, मनोशअने भनो२ती, परंतु वे અનિષ્ટ થઈ ગઈ છું યાવતુ તેઓ મારું નામ પણ સાંભળવા ઇચ્છતા નથી. તો મારી સાથે પરિભોગની તો વાત જ શી રહે? હે આર્યાઓ! તમે ઘણા શિક્ષિત, ઘણા જાણકાર અને ઘણા ભણેલા છો; ઘણા ગામ અને નગરોમાં યાવતું ભ્રમણ કરતાં ઘણા રાજાઓ, ઈશ્વરો અને યુવરાજો આદિના ઘરોમાં પ્રવેશ કરો છો. તો હે આર્યાઓ! તમારી પાસે થંભન આદિ કરનારા કોઈ ચૂર્ણયોગ, મંત્રયોગ, કામણયોગ, હૃદયને હરણ