________________
[ ૩ર૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી બીજે દિવસે તેતલિપુત્રે કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર કેદીઓને કારાગૃહથી મુક્ત કરો યાવત દસ દિવસ પુત્ર જન્મનો ઉત્સવ ઉજવો, ઉજવીને તે કાર્ય સંપન્નતાની મને જાણ કરો. ત્યાર પછી તેતલિપુત્રે જાહેર કર્યું કે અમારા આ બાળકનો જન્મ કનકરથ રાજાના રાજ્યમાં થયો છે, તેથી આ બાળકનું નામ કનકધ્વજ રાખીએ છીએ. ધીરે ધીરે તે બાળક મોટો થયો, કલાઓમાં કુશલ થયો યાવતું યૌવનને પ્રાપ્ત થયો. તેતલિપુત્રની પોટ્ટિલાથી વિમુખતા:२२ तएणं पोटिल्ला अण्णया कयाई तेयलिपुत्तस्स अणिट्ठा अकंता अप्पिया अमणुण्णा अमणामा जाया यावि होत्था- णेच्छइ णं तेयलिपुत्ते पोट्टिलाए णामगोयमवि सवणयाए, किं पुण दंसणं वा परिभोगं वा ।
तएणंतीसे पोट्टिलाए अण्णया कयाइ पुव्वरत्तावरक्तकालसमयंसि इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था एवं खलु अहं तेयलिस्स पुव्विंइट्ठा आसी, इयाणिं अणिट्ठा जाया । णेच्छइ णं तेयलिपुत्ते मम जावझियायइ । ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે તેતલિપુત્રને પોટ્ટિલા અનિષ્ટ, અકાંત, અપ્રિય અમનોજ્ઞ અને અમનોહર થઈ ગઈ. તેતલિપુત્રને તેનું નામ-ગોત્ર સાંભળવું પણ પસંદ ન હતું, તો તેને જોવાની કે તેના પરિભોગની અર્થાત્ તેની પાસે જવાની તો વાત જ શી કરવી ?
એકવાર મધ્યરાત્રિના સમયે પોથ્રિલાના મનમાં વિચાર આવ્યો કે તેતલિપુત્રને હું પહેલા ઇષ્ટ, પ્રિય હતી અને હવે અનિષ્ટ થઈ ગઈ છું, તેથી તેતલિપુત્ર મારું નામ પણ સાંભળવા ઇચ્છતા નથી ભાવત્ પરિભોગ તો ઈચ્છે જ ક્યાંથી? આ પ્રકારના વિચારોથી તે ઉદાસ બનીને આર્તધ્યાન કરવા લાગી. આર્તધ્યાનનું નિવારણ - २३ तए णं तेयलिपुत्ते पोट्टिलं ओहयमणसंकप्पं जावझियायमाणिं पासइ, पासित्ता ए वं वयासी-मा णं तुमंदेवाणुप्पिया ! ओहयमणसंकप्पा, तुमंणं मम महाणसंसि विपुलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेहि, उवक्खडावित्ता बहूणं समण-माहण अतिहिकिवण-वणीमगाणं देयमाणी य दवावेमाणी य विहराहि।
तए णं सा पोट्टिला तेयलिपुत्तेणं एवं वुत्ता समाणा हटुतुट्ठा तेयलिपुत्तस्स एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता कल्लाकल्लि महाणसंसि विपुलं असणं पाणं खाइमं साइमं जाव उवक्खडावेइ, उवक्खडावेत्ता बहूणं समण जाव देयमाणी य दवावेमाणी य विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી ઉદાસ યાવતુ આર્તધ્યાનમાં રહેલી પોટ્ટિલાને જોઈને તેતલિપુત્રે તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! ઉદાસ થઈને આર્તધ્યાન ન કરો. તમે મારી ભોજનશાળામાં વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, તે ચાર પ્રકારનો આહાર તૈયાર કરાવો અને ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, કપણો અને યાચકોને આપો, અપાવો અર્થાત્ દાનશાળા ખોલો.