________________
ઉજ્જિતા સમાન છે. તે સંસારમાં રખડી પડે છે. જેઓ મહાવ્રતને દૂષિત બનાવે છે તે રસોઈઘરનો ધૂમાડો ખાનારી ભક્ષિતા સમાન છે. તે વિરાધક થાય છે. જેઓ મહાવ્રત લીધા પ્રમાણે પાળે છે તે ભંડાર સાચવનારી રક્ષિતા સમાન છે. આરાધક બની ધીરે–ધીરે મોક્ષે જઈ શકે છે. જે મહાવ્રત લીધા પછી તેમાં દિનપ્રતિદિન સંયમની વૃદ્ધિ કરતાં કર્મનો કચરો તપથી બાળે છે, તે કમોદની વૃદ્ધિ કરનાર રોહિણી સમાન વ્યવહાર–નિશ્ચય ધર્મ સાચવી શીઘ્ર મોક્ષગામી બની જાય છે.
આઠમી રસકુષ્પિકાનું નામ છે મલ્લી. મલ્લીકાના પુષ્પ સમા સુગંધિત ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથ ભગવાને પૂર્વના ત્રીજા ભવે છ મિત્રો સાથે દીક્ષા ધારણ કરી હતી. તપોપૂત સાધના બધા સાથે જ કરતા હતા. છતાં મહાબલ તપમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરવા કપટ કરી છ મિત્રોને પારણું આવે ત્યારે ઉપવાસ કરી લેતા. આ રીતે આંશિક કપટના ફળ સ્વરૂપે સ્ત્રીપણાને પ્રાપ્ત થયા. તપોપૂત સાધનામાં ‘સવ્વીજીવ કરું શાસનરસી’, ભાવનાથી સભર હૃદય બની જતાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને દેવલોકમાંથી ચ્યવીને ત્રીજા ભવે કુંભરાજાને ત્યાં તીર્થંકર પણે અવતર્યા. તેના છએ મિત્રો જુદા-જુદા દેશમાં રાજારૂપે ઉત્પન્ન થયા. પુણ્યના ઠાઠ વધતા ચાલ્યા. મલ્લીકુમારીનું શરીર અતિશયોથી ભરેલું હતું. પુંડરીક કમળ જેવી સુગંધથી વાસિત હતું. પસીનો કે મેલ તેના શરીર ઉપર આવતો ન હતો. શાંતરસના પરમાણુથી નિર્માયેલું શરીર સૌષ્ઠવ રોજબરોજ સૌંદર્યની બહાર બની રહ્યું હતું. તેમણે અવધિજ્ઞાનથી જોઈ લીધું હતું કે મિત્રો બધા રાજારૂપે જુદા-જુદા દેશમાં ઉત્પન્ન થયા છે. તેઓ આકર્ષાઈ અહીં જરૂર પૂર્વની પ્રીતિના કારણે પરણવા આવશે તેથી પોતાની સોનાની પ્રતિકૃતિ શિલ્પી પાસે બનાવડાવી અને તેમાં એક છિદ્ર મસ્તક પર રખાવ્યું હતું તેના દ્વારા સંમૂર્છિમ જીવ ઉત્પન્ન ન થાય તેવી સુવિધા સહિત એક-એક રાંધેલા ધાન્યનો કવલ તેમાં રોજ નાંખતા અને છિદ્રને ઢાંકી દેતા. ચારે બાજુ છ ઓરડા સહિતનું જાળીવાળું મોહનગૃહ બનાવ્યું હતું. દરેક રાજા મલ્લીકુમારીની પ્રતિકૃતિને જોઈ શકે પરંતુ એક રાજા, બીજા રાજાને ન જોઈ શકે. કાળ પરિપક્વ થતાં કૌશલ દેશના રાજા પ્રતિબુદ્ધને પ્રધાન દ્વારા, અંગ દેશના રાજા ચંદ્રચ્છાયને અર્હન્નકશ્રાવક દ્વારા, કાશીદેશના રાજા શંખને અંગરક્ષક દ્વારા, કુણાલ દેશના રાજા રુક્મિને દેશ નિકાલ થયેલા સુવર્ણકાર દ્વારા, કુરુ દેશના રાજા આદીનશત્રુને દેશનિકાલ થયેલા ચિત્રકાર દ્વારા, તથા પાંચાલદેશના રાજા જિતશત્રુને ચોખ્ખા પરિવ્રાજિકા દ્વારા. આ છએ છ રાજાને મલ્લીકુમારીના સૌંદર્યની જાણકારી થઈ. તેથી સર્વ રાજાઓએ કુંભરાજા પાસે મલ્લીકુમારીની માંગણી મૂકી. કુંભરાજાની ના આવવાથી તેઓ લડાઈ કરવા મિથિલાનગરીમાં આવી પહોંચ્યા. કુંભરાજા મુંઝવણમાં
34