________________
કાયા કંચન વરણી બની ગઈ પરંતુ સંયમમાં શિથિલતા આવવા લાગી. મનગમતા ભોજનમાં આસક્ત બન્યા. એક પંથક શિષ્ય સેવામાં રહ્યા, બાકીના ૪૯૯ શિષ્યોએ વિહાર કર્યો. કારતકી પૂર્ણિમા આવી. સૂતેલા શૈલક ૠષિના ચરણમાં પંથકના મસ્તકનો સ્પર્શ થયો અને શૈલક ૠષિમાં સૂતેલા કષાયે ફૂંફાડો માર્યો. વિનીત શિષ્યના વિનયશીલ ઉત્તરથી કષાય શાંત થઈ ગયો. શૈલકઋષિ જાગી ઊઠ્યા, ક્ષમાનું પ્રદાન કર્યું અને લીધું. વાહ ! ગુરુ શૈલક અને શિષ્ય પંથક. ધન્ય હો ! પંથક શિષ્ય ગુરુને જાગૃત કરવામાં નિમિત્ત બન્યા, વિહાર થયો, શિથિલતા રવાના થઈ; શૈલેશીકરણ આવ્યું; પાંચસો શિષ્ય સહિત શૈલક ઋષિએ સંથારાથી સિદ્ધિ પ્રાપ્ત કરી.
આ રસકુષ્પિકાનું રસ ભરેલું ચરિત્ર વાંચી, પ્રભુ નેમનાથને ભજી, એવા નિયમો કરી, જીવનને સાધનામાં અપ્રમતપણે જોડી દેવું જોઈએ. તારણ એ જ છે કે શિથિલતા આવી જાય પણ તેને પંપાળીને ચારિત્રને કોરીખાતી ઉધઈની વૃદ્ધિ તો ન જ કરાય પરંતુ શિથિલતા તોડી જીવનને ચારિત્રશીલ બનાવાય, તો જ સ્વરૂપનો આનંદ પામી શકાય.
છઠ્ઠી રસકૂપ્પિકાનું નામ છે તૂમડું. તૂમડું એક ફળ છે, તેની અંદરથી ગર નીકળી જતાં તે સુકાઈ જાય છે. તેની ઉપરની છાલ ખૂબ જ મજબૂત હોય છે. સાધુ સંન્યાસી તેને પાત્રના રૂપમાં વાપરે છે. તે હળવા કાષ્ઠવાળું હોવાથી પાણીમાં તરે છે પરંતુ કોઈ તે તૂમડાની ઉપર ઘાસફૂસ લપેટી, માટીના લેપ કરી સુકાવી દે તો તે ભારે બની જતાં પાણીમાં ડૂબી જાય છે અને જેમ જેમ તે લેપ ઓગળતા જાય તેમ તેમ તે તૂમડું પાણીની સપાટી ઉપર આવતું જાય છે, તેનું આ કથાનક ભગવાને દેશનારૂપે વહાવી સાધકને સમજાવ્યું છે કે જે જીવ અઢાર પાપસ્થાનક સેવી આઠ કર્મ બાંધે છે, તે ભારે કર્મી થતાં નરકગામી બને છે અને કર્મના આઠ પડને ધોઈ સાફ કરી આત્માને સાધના દ્વારા શુદ્ધ કરે છે ત્યારે તે હળવો બની મોક્ષગામી બની સંસાર સાગર તરી જાય છે. તારણ એ જ છે કે કર્મ બંધનથી હળવા બનવું. વાંચો તેનું કથાનક અને છોડો સંસાર ભયાનક.
સાતમી રસકુષ્પિકાનું નામ છે રોહિણી. તેનો અર્થ છે વૃદ્ધિ કરવી. એક શ્રેષ્ઠીએ ચાર પુત્રવધૂની પરીક્ષા લેવા, પાછા માંગે ત્યારે દેવાની શરતે, કમોદના દાણા આપ્યા. તેમાં પ્રથમ પુત્રવધૂએ ફેંકી દીધા, બીજીએ ચાવી ખાધા, ત્રીજીએ ડબીમાં મૂકી સાચવી રાખ્યા અને ચોથીએ તેનું વાવેતર કરી વૃદ્ધિ કરી. શેઠે કમોદના દાણા પાછા માગ્યા ત્યારે જેણે જે કર્યું હતું તે કહ્યું, શેઠે તેમની બુદ્ધિમતા પ્રમાણે કાર્ય સોંપી સંસારનો રથ ચલાવ્યો.
તારણ એ છે કે સંયમ લઈને સાધક મહાવ્રતોનો ઉચ્છેદ કરે, તો તે ઝાડૂ મારનાર
33