________________
રંગના રમ્ય પીંછાવાળા કળાયેલા મોર થવાનું રસાયણ ભર્યું છે. આવા રસાયણને પામવા આસ્થા–ધર્ય રાખવું જરૂરી બને છે.
બે જીગરજાન દોસ્ત આવી પડ્યા જંગલમાં. કુદરતી વાતાવરણ, મુક્ત મને ઉડતાં બેસતાં પક્ષીઓનો કલરવ સાંભળી, હરીભરી ધરતી જોઈ મનને બહેલાવતાં ફરવા લાગ્યા અને મોરલીના બે ઇંડા તેઓની નજરે ચઢી ગયા. લાવ્યા ઘરે અને કુકડીના ઇંડા સાથે મૂકી દીધા. એક મિત્રની અધીરાઈ વધી તેથી વારંવાર હાથમાં લઈને જોવા લાગ્યો. આખરમાં તે ઠંડુ જીવ રહિત બની ગયું. બીજાએ પૂર્ણ શ્રદ્ધાથી તેને તૈયાર થવા દીધું. સમય થતાં તેમાંથી મયૂર પ્રગટ થયો. તારણ એજ છે કે સાધક દરેક કાર્ય જિનાજ્ઞા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ધૈર્યતાથી કરે, તો તે સાધનાની સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેથી સાધકે ધીરતા અને શ્રદ્ધા, આ બે ગુણો કેળવવા અત્યંત જરૂરી છે.
ચોથી રસકપ્પિકાનું નામ છે કૂર્મ. કૂર્મ એટલે કાચબો. તેને કુદરતી રીતે પોતાનું રક્ષણ કરવા ઉપરનું પીઠબળ ગોળાકારરૂપે મળ્યું છે, જેને જગત ઢાલ કહે છે. તે પ્રાણી ચારપગ અને ડોક એવા પાંચ અંગનું રક્ષણ કરવા તેની નીચે છુપાવીને રહે છે, જેથી તેને કોઈ મારી શકતું નથી. તેનું તારણ એ છે કે વિભાવ વિકારરૂપ શિયાળ ટાંપીને બેઠા છે. સાધક પોતાની ઇન્દ્રિયોને સંયમરૂપી ઢાલમાં સંગ્રહિત ન રાખે તો તેનો સંયમ વિનાશ પામી જાય છે. આવી જાગૃતિ આપતા આ અધ્યયનને ખૂબ ખ્યાલપૂર્વક વાંચી સાધનાને સ્થિર કરો.
પાંચમી રસકૂપિકાનું નામ છે શૈલક. જે ટોનિકથી ભરપૂર છે. તેમાં અઢી હજાર મહાત્માઓની ગુણાવલીમાંથી નીતરતો સંયમ અને તપોપૂત રસ ભરેલો છે. તેના વાહક છે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ. તેમની દેશના સાંભળી થાવચ્ચપુત્ર દીક્ષા લેવા ઉત્કટ બન્યા. તેમનાથ પ્રભુના શ્રી મુખે દીક્ષાનો પાઠ ભણી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા હજાર શિષ્યો સહિત ગામોગામ વિચારી શૈલકપુરમાં પધારી શૈલક રાજાને શ્રાવક બનાવી, સોગંધિકા નગરીમાં પધારી સુદર્શન તથા શુક પરિવ્રાજકને શૌચમૂલક ધર્મ છોડાવી, વિનયમૂલક ધર્મ સમજાવી, શુક સહિત હજાર પરિવ્રાજકોને દીક્ષાદાન આપી, શત્રુંજય પર્વત ઉપર યથા અવસરે કેવળજ્ઞાન-કેવળ દર્શન પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા. શુક અણગાર શૈલકપુર પધાર્યા. શ્રમણોપાસક શૈલક રાજર્ષિ ઉપદેશ સાંભળવા આવ્યા અને પંથક સહિત પાંચસો મંત્રીઓ સાથે દીક્ષા લીધી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. લુખા-સૂકા આહારથી તેમની કાયા રુણ બની ગઈ, પુત્ર મંડુકરાજાએ પોતાની વાહનશાળામાં રાખી કલ્પતા ઉપચારો કરાવ્યા,
( ).