________________
મુકાઈ ગયા. મલ્લીકુમારીએ પિતાશ્રીને કહીને છએ રાજાને મોહનગૃહમાં ઉતારો આપ્યો અને જાળીગૃહમાં મલ્લીકુમારીને જોતાં રાજાઓ પ્રમુદિત થઈ ગયા. તેના સૌંદર્યમાં મુગ્ધ બની ગયા. એકાએક કૌતુક થયું. તેનું ગોઠવાયેલું ઢાંકણ યંત્ર દ્વારા ખુલ્લું થયું અને ચારેકોર જોરદાર દુર્ગધ ફેલાઈ ગઈ. સૌંદર્યની સુગંધ ગાયબ થઈ ગઈ અને ન લઈ શકાય તેવી દુર્ગધ કયાંથી આવી રહી છે? તેમ નાકે ડૂચો દેતાં વિચારવા લાગ્યા. ત્યાં ખુદ મલ્લી અરહંત પ્રગટ થયા અને છએ રાજાને એકત્રિત કરી વૈરાગ્યપ્રદ બોધ આપ્યો. આ તો મારું પ્રતિબિંબ છે. જુઓ, શરીર અશુચિનો ભંડાર છે. મળમૂત્રની ગાંસડી છે. ગાંસડી છૂટેને મળમૂત્રની દુર્ગધ આવે તેવા સડણ-પડણ વિધ્વંસન થનાર શરીરમાં શું મોહાઈ પડ્યા? યાદ કરો ! પૂર્વભવમાં આપણે સૌ મિત્રો હતા. સાથે દીક્ષા લીધી હતી, દીક્ષા પાળતાં સાથે તપ કરતાં હતા ત્યારે તમારી સાથે મેં કપટ કર્યું તેના કારણે સ્ત્રીનામ કર્મ, ઉપાર્જન કર્યું. ત્યાર પછી સંયમ-તપ દ્વારા આત્માની ભાવના ભાવતાં આરાધનાના અર્કરૂપે તીર્થંકર નામગોત્ર બાંધ્યું. તેના ફળ સ્વરૂપે અનુત્તરવાસી દેવ બન્યા. ત્યાંથી નીકળીને હું સ્ત્રીના રૂપમાં તીર્થકર બની અને આપ સહુ રાજા બન્યા. બોધ પામો–બોધ પામો. રાજાઓ બોધ સાંભળી, જાતિસ્મરણ જ્ઞાન પામી વૈરાગી બની ગયા. પસ્તાવો કર્યો, માફી માગી. તારણ એ જ છે કે કપટ કરવું નહીં. શુદ્ધ ચારિત્રપાળી સિદ્ધિને વરવી. વાંચીને રસાયણ લૂંટી જીવનના અખૂટ ખજાનાને નીહાળો પછી કયારેય ક્ષણભંગુર ચંચળ ખજાનો નહીં જ ગમે.
નવમી રસકુપ્પિકાનું નામ છે માર્કદીય. ઇન્દ્રિયોના વૈષયિક સુખમાં તલ્લીન આત્મા કેવું દુઃખ પામે છે, આ તેનું હૂબહુ દષ્ટાંત છે માંકદીય પુત્રો– જિનપાલ અને જિનરક્ષિત. તેઓ માતા-પિતાની ના હોવા છતાં દરિયાઈ મુસાફરી કરવા ગયા. રયણાદેવીના ફંદામાં પડ્યા, યક્ષશરણે ગયા. યક્ષની શરત ન પાળતાં જિનરક્ષિત રયણાદેવીના હાથે અકાલે મરણ પામ્યો. જિનપાલ મક્કમ રહ્યો તેથી આબાદ બચી જઈ પોતાની નગરીમાં પહોંચી ગયો. અંતે ધર્મને શરણે જઈ કલ્યાણ કર્યું.
તેનું તારણ એજ છે કે સાધક સાધના સ્વીકાર્યા પછી વાસનાને વશ થઈ સંસારના સુખોને, ભોગોને યાદ કરે, તેમાં આકર્ષાય, તો તેનું ફળ જિનરક્ષિતની સમાન દુઃખકારી થાય છે અને તેથી સંસારની વૃદ્ધિ થાય છે. સંયમમાં, બ્રહ્મચર્યમાં દઢ નિશ્ચલ રહી જીવન પર્યંત સાધનાની આરાધના કરનાર જિનપાલની જેમ સુખી થાય અને અંતે મોક્ષ પામી જાય છે.
દસમી રસ કુપિકાનું નામ છે ચંદ્રમા. જેમ કળાથી ચંદ્ર વૃદ્ધિ પામે છે, પછી ક્ષીણ થતો જાય છે. તેમ સાધક ઉત્તરોત્તર સંયમ તપમાં વૃદ્ધિ કરે તો મોક્ષ પ્રાપ્ત કરી લે