________________
અઘ્ય—૧૪ : તેતલિપુત્ર
ઓ, કેટલાકના પગના અંગૂઠા, કેટલાકની કાનની બૂટ, તો કેટલાક પુત્રોના નસકોરા છેદાવી નાંખતા હતા. આ રીતે રાજા પોતાના પુત્રોને વિકલાંગ બનાવી દેતા હતા.
૩ર૩
માતા દ્વારા પુત્રની સુરક્ષાનો ઉપાયઃ
१४ त णं तीसे पउमावईए देवीए अण्णया पुव्वरत्तावरत्तकालसमयंसि अयमेयारूवे अज्झत्थिए समुप्पज्जित्था - एवं खलु कणगरहे राया रज्जे य जाव अंगमंगाई वियंगेइ, तं जइ अहं दारयं पयायामि, सेयं खलु ममं तं दारगं कणगरहस्स रहस्सिययं चेव सारक्खमाणीए संगोवेमाणीए विहरित्तए त्ति कट्टु एवं संपेहेइ, संपेहित्ता तेयलिपुत्तं अमच्चं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! कणगरहे राया रज्जे य जाव वियंगेइ, तं जइ णं अहं देवाणुप्पिया! दारगं पयायामि, तए णं तुमं कणगरहस्स रहस्सिययं चेव अणुपुव्वेण सारक्खमाणे संगोवेमाणे संवड्डेहि । तए णं से दारए उम्मुक्कबालभावे जोव्वणगमणुपत्ते तव य मम य भिक्खाभायणे भविस्सइ । तए णं से तेयलिपुत्ते अमच्चे पउमावईए देवीए एयमट्टं पडिसुणेइ, पडिणित्ता पडिगए ।
ભાવાર્થ :- ત્યાર પછી પદ્માવતી દેવીને એકવાર મધ્યરાત્રિના સમયે આ પ્રમાણે વિચાર આવ્યો કે– કનકરથ રાજા રાજ્ય આદિમાં આસક્ત થઈને યાવત્ પુત્રોને વિકલાંગ કરી નાંખે છે, તેના અંગોપાંગ છેદાવી નાંખે છે, તો હવે જ્યારે હું પુત્રને જન્મ આપું ત્યારે મારા માટે તે જ શ્રેયષ્કર થશે કે હું કનકરથ રાજાને ખબર ન પડે તેમ છૂપી રીતે બાળકની રક્ષા કરું, રાજાની કુદષ્ટિથી તેને બચાવું; આ રીતે વિચાર કરીને તેણીએ તેતલિપુત્ર પ્રધાનને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! કનકરથ રાજા રાજ્ય, રાષ્ટ્ર આદિમાં અત્યંત આસક્ત થઈને બધા પુત્રોને વિકલાંગ બનાવી દે છે, હવે હું પુત્રને જન્મ આપું ત્યારે કનકરથ રાજાને ખબર ન પડે તેમ છૂપી રીતે તમે તે બાળકનું અનુક્રમથી સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરજો. આ રીતે કરવાથી તે બાળક બાલ્યાવસ્થા પસાર કરીને, યૌવનને પ્રાપ્ત થશે ત્યારે તે તમારા માટે અને મારા માટે ભિક્ષાનું ભાજન બનશે અર્થાત્ તે તમારું અને મારું પાલન-પોષણ કરશે. તેતલિપુત્ર પ્રધાન પદ્માવતી રાણીના આ કથનને સ્વીકારીને પાછા ફર્યા. રાણી દ્વારા સંતાનની અદલાબદલી :
१५ तणं पमावई य देवी पोट्टिला य अमच्ची सममेव गब्धं गेण्हिंति, सममेव गब्धं परिवहंति, सममेव गब्धं परिवति । तए णं सा पउमावई देवी णवण्हं मासाणं पडिण्णाणं जाव पियदंसणं सुरूवं दारगं पयाया । जंरयणिं च णं पउमावई देवी दारयं पयाया तं रयणि च पोट्टिला वि अमच्ची णवण्हं मासाणं पडिपुणाणं विणिहायमावण्णं दारियं पयाया।
ભાવાર્થ :- ત્યાર પછી પદ્માવતી દેવીએ અને પોટ્ટિલાએ એક જ સાથે(એક સમયે) ગર્ભ ધારણ કર્યો, બંનેએ એક સાથે ગર્ભનું વહન કર્યું અને એક સાથે જ બંનેના ગર્ભની વૃદ્ધિ થઈ. ત્યાર પછી નવમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા ત્યારે પદ્માવતી દેવીએ પ્રિયદર્શી, રૂપાળા એવા પુત્રને જન્મ આપ્યો. જે