________________
અઘ્ય—૧૪ : તેતલિપુત્ર
પ્રમાણે કહ્યું ત્યારે તેઓ હૃષ્ટ-તુષ્ટ થયા. હાથ જોડીને ‘તહત્તિ’ એટલે આપની આજ્ઞા શિરોધાર્ય છે, તેમ કહીને તેના આદેશ વચનને વિનયપૂર્વક સ્વીકારીને કલાદ સોનીપુત્રના ઘેર ગયા.
૩ર૧
તે પ્રધાનના અંતરંગ પુરુષોને આવતા જોઈને તે સોનીપુત્ર હૃષ્ટ-તુષ્ટ થયા, આસન ઉપરથી ઊભા થઈને સાત-આઠ પગલા સામે ગયા, તેઓને ઘરમાં લાવીને આસન પર બેસવા આમંત્રણ કર્યું, આગતાસ્વાગતા કરીને આરામ અને વિશ્રામ થઈ જતાં, જ્યારે તેઓ શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન થયા ત્યારે (મૂષિકારદારકે) તેમને પૂછ્યું– હે દેવાનુપ્રિયો ! બોલો, આપના આગમનનું પ્રયોજન શું છે ?
७ तणं ते अब्रिट्ठाणिज्जा पुरिसा कलायस्स मूसियारदारयस्स एवं वयासीअम्हे णं देवाणुप्पिया ! तव धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं तेयलिपुत्तस्स भारियत्ताए वरेमो । तं जइ णं जाणसि देवाणुप्पिया ! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो ता दिज्जउ णं पोट्टिला दारिया तेयलिपुत्तस्स । तो भण देवाणुप्पिया ! किं दलामो सुक्कं ? ભાવાર્થ:· ત્યારે તે પ્રધાનના અંતરંગ પુરુષોએ કલાદ સોનીપુત્રને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! અમે આપની પુત્રી, ભદ્રાની આત્મજા એવી આ પોઢિલા કન્યાની તેતલિપુત્રની પત્નીના રૂપમાં માંગણી કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! તેતલીપુત્ર પ્રધાનની આ માંગણી આપને યોગ્ય અને પ્રશંસનીય લાગતી હોય, બંનેનો સંબંધ સમાન સંયોગરૂપ લાગતો હોય, તો તેતલીપુત્રને પોટ્ટિલાદારિકા પ્રદાન કરો. જો તમે પોટ્ટિલા દારિકા કન્યાદાનરૂપે પ્રદાન કરતા હો તો, હે દેવાનુપ્રિય ! કહો, તેના બદલે અમે આપને કેટલું ધન (કન્યાદાનરૂપે) આપીએ ?
८ तए णं कलाए मूसियारदारए ते अब्भितरद्वाणिज्जे पुरिसे एवं वयासी- एस चेवणं देवाणुप्पिया ! मम सुक्के जं णं तेयलिपुत्ते मम दारियाणिमित्तेणं अणुग्गहं करेइ । ते अब्भितरठाणिज्जे पुरिसे विपुलेणं असणपाणखाइमसाइमेणं पुप्फ-वत्थगंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणेत्ता पडिविसज्जेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી કલાદ સોનીપુત્રે તે અંતરંગ વિશ્વાસુ પુરુષોને કહ્યું–હે દેવાનુપ્રિયો ! તેતલિપુત્ર પ્રધાન મારી પુત્રીને પત્નીરૂપે સ્વીકારી રહ્યા હોય, તે જ મારા માટે ધન રૂપ છે. તેતલિપુત્ર મારી પુત્રીને સ્વીકારીને મારા પર અનુગ્રહ કરી રહ્યા છે. આ પ્રમાણે કહીને તેણે તે અંતરંગ પુરુષોનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા પુષ્પ, વસ્ત્ર, સુગંધી પદાર્થ, માળા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેઓને વિદાય કર્યા.
९ तणं ते अभितर-ठाणिज्जा पुरिसा कलायस्स मूसियारदारयस्स गिहाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव तेयलिपुत्ते अमच्चे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तेयलिपुत्तं एयमटुं णिवेयंति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે અંતરંગ પુરુષો કલાદ સોનીપુત્રના ઘેરથી નીકળીને તેતલિપુત્ર પ્રધાનની પાસે આવ્યા અને તેતલિપુત્રને સર્વ વૃત્તાંત કહ્યો.
१०
कला मूसियारदारए अण्णया कयाइं सोहणंसि तिहि करणणक्खत्तमुहुत्तंसि