________________
| 3२० ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वाहणियाए णिज्जायमाणे कलायस्स मूसियारदारगस्स गिहस्स अदूरसामंतेणं वीईवयइ। ભાવાર્થ - તે પોટ્ટિલા પુત્રી એક દિવસ સ્નાન કરીને, સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, દાસીઓ સાથે પ્રાસાદની ઉપરની અગાશીમાં સોનાના દડાથી રમતી હતી.
તે સમયે તેતલિપુત્ર પ્રધાન સ્નાન કરીને યાવત ઉત્તમ અશ્વના સ્કંધ પર આરૂઢ થઈને, ઘણા સુભટોની સાથે ઘોડે સવારી માટે નગરીથી નીકળ્યા અને તે કલાદ સોનીપુત્રના ઘર પાસેથી પસાર થયા. | ५ तएणंसे तेयलिपुत्ते मूसियारदारगगिहस्स अदूरसामंतेणं वीईवयमाणे-वीईवयमाणे पोट्टिलं दारियं उप्पिंपासायवरगयं आगासतलगंसि कणगतिंदूसएणं कीलमाणिं पासइ, पासित्ता पोट्टिलाए दारियाए रूवे य जोव्वणे य लावण्णे य अज्झोववण्णे, कोडुंबियपुरिसे सदावेइ, सद्दावित्ता एवं वयासी-एसणंदेवाणुप्पिया !कस्स दारिया किं णामधेज्जा वा?
तए णं कोडुंबियपुरिसे तेयलिपुत्तं एवं वयासी- एस णं सामी ! कलायस्स मूसियारदारयस्स धूया भद्दाए अत्तया पोट्टिला णामंदारिया रूवेण यजोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा । ભાવાર્થ:- સોનીપુત્રના ઘર પાસેથી પસાર થતાં તેતલિપુત્ર પ્રધાને પ્રાસાદ ઉપરની અગાશીમાં સોનાના દડાથી ક્રીડા કરતી પોટ્ટિલા કન્યાને જોઈ. તેના રૂપ, યૌવન અને લાવણ્ય પર અત્યંત મોહિત બનેલા પ્રધાને કર્મચારી પુરુષોને બોલાવીને પૂછ્યું કે- હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે? તેનું નામ શું છે?
ત્યારે તે કર્મચારી પુરુષોએ તેતલિપુત્રને કહ્યું- હે સ્વામિનું! આ કલાદ નામના સોનીપુત્રની પુત્રી અને ભદ્રાની આત્મજા એવી આ શ્રેષ્ઠ રૂપ, લાવણ્ય અને યૌવનથી યુક્ત, ઉત્તમ શરીરવાળી પોટ્ટિલા નામની કન્યા છે.
६ तएणं से तेयलिपुत्ते आसवाहणियाओ पडिणियत्ते समाणे अभितरढाणिज्जे पुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भेदेवाणुप्पिया ! कलायस्स मूसियारदारगस्स धूयं भद्दाए अत्तयं पोट्टिलं दारियं मम भारियत्ताए वरेह ।
तएणं ते अभितरढाणिज्जा पुरिसा तेयलिणा एवं वुत्ता समाणा हट्टतुट्ठा, करयल जाव एवं सामी ! तहत्ति आणाए, विणएणं वयणं पडिसुणेत्ति जाव जेणेव कलायस्स मूसियारदारयस्स गिहे तेणेव उवागया ।
तएणं कलाए मूसियारदारए ते पुरिसे एज्जमाणे पासइ, पासित्ता हट्ठतुढे आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सत्तटुपयाई अणुगच्छइ, अणुगच्छित्ता आसणेणं उवणिमंतेइ, उवणिमंतित्ता आसत्थेवीसत्थेसुहासणवरगए एवं वयासी-संदिसंतुणंदेवाणुप्पिया ! किमागमणपओयणं? ભાવાર્થ:- ઘોડે સવારીથી પાછા ફર્યા પછી તેતલિપુત્રે પોતાના આત્યંતરસ્થાનીય (અંતરંગ–વિશ્વાસુ) પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને કલાદ સોનીપુત્રની પુત્રી અને ભદ્રાની આત્મજા, પોટ્ટિલા નામની કન્યાની મારી પત્નીના રૂપમાં માંગણી કરો. તેતલિપુત્રે જ્યારે અંતરંગ પુરુષોને આ