________________
[ ૩૧૬]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અંતિમ શ્વાસોશ્વાસ પર્યત ત્યાગ કરું છું. એ પ્રમાણે કહી દેડકાએ સંપૂર્ણ પ્રત્યાખ્યાન કર્યા અર્થાતુ ભક્ત પ્રત્યાખ્યાન અનશન અંગીકાર કર્યું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નંદ દેડકાના શ્રાવક્વત, તપશ્ચર્યા અને સંથારા રૂપ અંતિમ આરાધનાનુંવિધાન છે.
તિર્યંચોને પાંચ ગુણસ્થાન સંભવે છે. જેણે પૂર્વે સંયમ-તપની આરાધના કરી હોય તેવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયને જાતિસ્મરણજ્ઞાન થાય, તો તે તિર્યંચો પૂર્વે કરેલી વ્રતની આરાધનાના સ્મરણથી તિર્યંચના ભવમાં પણ શ્રાવકના વ્રતો સ્વીકારી દેશ વિરતિ ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. તેઓને ભવસ્વભાવથી સર્વવિરતિરૂપ સામાયિક આદિ ચારિત્રના પરિણામો હોતા નથી; દેડકાએ સંથારાના પ્રત્યાખ્યાન લેતાં સળં પાળવા પુનનિ સર્વ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા. સર્વ પ્રાણાતિપાત આદિ અઢ પર પાપસ્થાનોના પ્રત્યાખ્યાન કરવા માત્રથી તે સર્વવિરતિ ન કહેવાય.
મનુષ્યોમાં પણ જ્યાં સુધી સર્વવિરતિરૂપ સામાયિક આદિ ચારિત્રના પરિણામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ્રાવક ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતમ ત્યાગ, તપ કે પ્રત્યાખ્યાન કરે તો પણ તેને પાંચમું શ્રાવકનું ગુણસ્થાન જ રહે છે. આનંદ શ્રાવકે પડિમાઓ ધારણ કરી, તપ દ્વારા તેમનું શરીર સુકાઈને ધન્ના અણગાર જેવું થઈ ગયું અને સંથારો ગ્રહણ કર્યા પછી તેમને વિશાળ અવધિજ્ઞાન થયું; તેમ છતાં અગારવાસનો ત્યાગ અને શ્રમણ પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો ન હોવાથી તે આનંદાદિ શ્રમણોપાસક પર્યાયના આરાધક કહેવાયા. ઉપરોકત કથનથી સ્પષ્ટ થાય છે કે સર્વ પાપોનો ત્યાગ, તે જ ચારિત્ર નથી પરંતુ પંચમહાવ્રતોનો સ્વીકાર તે ચારિત્ર છે. દેડકાનો દેવ રૂપે જન્મ - ३३ तए णं से ददुरे कालमासे कालं किच्चा जाव सोहम्मे कप्पे ददुरवडिंसए विमाणे उववायसभाए ददुरदेवत्ताए उववण्णे । एवं खलु गोयमा ! ददुरेणं सा दिव्वा देविड्डी लद्धा पत्ता जाव अभिसमण्णागया । ભાવાર્થ - ત્યાર પછી તે દેડકો મૃત્યુના સમયે મૃત્યુ પામીને યાવત્ સૌધર્મકલ્પમાં, દદ્રાવતંસક નામના વિમાનમાં, ઉપપાત સભામાં, દનામના દેવ રૂપે ઉત્પન્ન થયો. હે ગૌતમ! દક્ દેવે આ પ્રમાણે તે દિવ્ય દેવર્ધિ મેળવી છે. પ્રાપ્ત કરી છે, સ્વાધીન બનાવી છે અને પૂર્ણરૂપથી પ્રાપ્ત કરી છે. દર્દુરદેવનું ભાવિ - ३४ ददुरस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । से णं दद्दुरे देवे आउक्खएणं जाव महाविदेहे वासे सिज्झिहिइ, बुज्झिहिइ जाव अंतं करिहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દદ્ર દેવની કેટલી સ્થિતિ છે?
ઉત્તર- હે ગૌતમ! ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી તે દર્દદેવ આયુષ્યનો, ભવનો, અને સ્થિતિનો ક્ષય થવાથી ત્યાંથી ચ્યવન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યજન્મ ધારણ કરી સિદ્ધ, બુદ્ધ થાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે.