________________
| અધ્ય–૧૩: દર્દર શાત
[ ૩૧૭ ] ३५ एवं खलु समणेणं भगवया महावीरेणं तेरसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते । / ત્તિ વેમ | ભાવાર્થ:- આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તેરમા જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. સુધર્મા સ્વામી કહે છે– જેમ સાંભળ્યું છે તેમ હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં નંદમણિયાર શ્રેષ્ઠીની જીવન ઘટનાના દાંતે સંત સમાગમનો મહિમા પ્રગટ કર્યો છે. વૃત્તિકારે બે ગાથા દ્વારા આ દષ્ટાંતનો બોધ રજૂ કર્યો છે. યથા
संपण्णगुणो विजओ, सुसाहु-संसग्गवज्जिओ पायं ।
पावइ गुणपरिहाणिं, ददुरजीवोव्व मणियारो ॥१॥ અર્થ કોઈ ભવ્ય જીવ સમ્યક્ત્વાદિ ગુણ સંપન્ન થઈ જાય પરંતુ પછી સંત સમાગમના અભાવમાં ક્યારેક તેના ગુણોનો હ્રાસ થઈ જાય છે, જેમ નંદ મણિયારનો જીવ./૧/l.
तित्थयर-वंदणत्थं, चलिओ भावेण पावए सग्गं ।
जह ददुरदेवेणं, पत्तं वेमाणिय-सुरत्तं ॥२॥ અર્થ– તીર્થકર ભગવાનને વંદન કરવા નીકળેલા પ્રાણી કોઈપણ કારણથી ભગવાન સમક્ષ પહોંચી ન શકે તો પણ તે દર્શન કરવાની ભાવનાના પરિણામે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જેમ દર્દારે માત્ર ભાવ આધારે જ વૈમાનિક દેવ-પર્યાયને પ્રાપ્ત કરી.પારા
છે તેરમું અધ્યયન સંપૂર્ણ