________________
અધ્ય–૧૩: દદુર શાત _
[ ૩૧૫ ]
દેડકાનું અનશન સહિત મૃત્યુ - ३१ इमं च णं सेणिए राया भंभसारे हाए जाव सव्वालंकारविभूसए हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामरेहि य उधुव्वमाणेहिं महयाहयगयरहभङचडगस्कलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे मम पायवंदए हव्वमागच्छइ ।
तए णं से ददुरे सेणियस्स रण्णो एगेणं आसकिसोरएणं वामपाएणं अक्कंते समाणे अंतणिग्याइए कए यावि होत्था । ભાવાર્થ -ભંભસાર જેનું બીજું નામ છે, તેવા શ્રેણિક રાજા સ્નાન કરીને યાવસર્વ અલંકારોથી વિભૂષિત થઈને, શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થઈને, કોરંટ વૃક્ષના પુષ્પોની માળાઓવાળા છત્રને ધારણ કરીને, વીંઝાતા શ્વેત ચામરોથી શોભતા(તે રાજા) અશ્વ, હાથી, રથ અને મોટા-મોટા સુભટોના સમૂહથીયુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, મારા ચરણોમાં વંદન કરવાને માટે શીઘ્રતાપૂર્વક આવી રહ્યા હતા.
ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક કિશોર-નવજુવાન ઘોડાના ડાબા પગ નીચે કચરાઈ ગયો. તેના આંતરડા બહાર નીકળી ગયા. ३२ तएणं से ददुरे अत्थामे अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जमिति कट्टएगंतमवक्कमइ जावएवं वयासी
णमोत्थुणं अरहंताणं भगवंताणं जाव सिद्धि गइणामधेज्जं ठाणं संपत्ताणं । णमोत्थुणं णं समणस्स भगवओ महावीरस्स मम धम्मायरियस्स जावसंपाविउकामस्स । पुट्वि पि य णं मए समणस्स भगवओ महावीरस्स अंतिए थूलए पाणाइवाए पच्चक्खाए जाव थूलए परिग्गहे पच्चक्खाए । तं इयाणि पि तस्सेव अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामि जाव सव्वं परिग्गहं पच्चक्खामि जावज्जीवं । सव्वं असणं पाणं खाइमं साइमं पच्चक्खामि जावज्जीवं। जं पि य इमं सरीरं इ8 कंतं जाव मा णं विविहा रोगायंका परिसहोवसग्गा फुसंतु; एयं पिणं चरिमेहिं ऊसासेहिं वोसिरामि त्ति कटु । ભાવાર્થ:- ઘોડાના પગથી કચરાઈ ગયા પછી તે દેડકો શક્તિ હીન, બલહીન, વીર્ય(ઉદ્યમ) હીન અને પુરુષકાર-પરાક્રમથી હીન થઈ ગયો. હવે આ જીવનને ધારણ કરવું શક્ય નથી, તેવું લાગતાં તે એક તરફ (માણસોની અવર-જવર ન હતી ત્યાં) ચાલ્યો ગયો યાવતુ આ પ્રમાણે બોલ્યો
અરિહંત ભગવાન યાવત સિદ્ધ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત સિદ્ધ ભગવાનને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય યાવત મોક્ષ પ્રાપ્તિની સન્મુખ એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. પહેલાં પણ મેં શ્રમણ ભગવાન મહાવીરની સમીપે સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા હતા યાવતુ પૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા હતા. અત્યારે પણ હું તે જ ભગવાન મહાવીરની પાસે(સાક્ષીએ) જીવન પર્યત સર્વ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરું છું યાવત્ સર્વ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરું છું અને જીવન પર્યત સર્વ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચાર પ્રકારના આહારના પ્રત્યાખ્યાન કરું છું. આ જે મારું ઇષ્ટ અને કાંત શરીર છે કે જેના વિષયમાં મેં ઇચ્છયું હતું કે તેને રોગાતંક આદિ સ્પર્શ ન કરે, તેનો પણ