SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૪] શ્રી શાતાધર્મકથા સૂત્ર पोक्खरिणीए परिपेरंतेसु फासुएणं ण्हाणोदएणं उम्महणालोलियाहि य वित्तिं कप्पेमाणस्स विहरित्तए इमेयारूवं अभिग्गहं अभिगेण्हित्ता जावज्जीवाए छटुंछटेणं जाव विहरइ । ભાવાર્થ – તે દેડકાએ(નંદ મણિયારના જીવે) આ પ્રમાણે વિચાર કરીને, પહેલાં અંગીકાર કરેલા પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કરીને આ પ્રમાણે અભિગ્રહ(દઢનિયમ) ધારણ કર્યો કેઆજથી જીવનપર્યત મારે છઠ-છઠની તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતા રહેવું અને છઠના પારણામાં પણ નંદા પુષ્કરિણીની ચારેકોર પ્રાસુક-અચિત્ત થયેલા અર્થાત્ લોકોના સ્નાન કરેલા પાણીથી અને મનુષ્યોના ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલા મેલના આહારથી જીવન નિર્વાહ કરવો; આ પ્રકારે અભિગ્રહ ધારણ કરીને તે જીવનપર્યત નિરંતર છઠ-છઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. २९ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा! गुणसीलए चेइए समोसढे । परिसा णिग्गया। तए णं णंदाए पुक्खरिणीए बहुजणो ण्हायमाणो य पियमाणो य पाणियं संवहमाणो य अण्णमण्णं एवमाइक्खइ- एवं खलु समणे भगवं महावीरे इहेव गुणसीलए चेइए समोसढे । तं गच्छामो णं देवाणुप्पिया! समणं भगवं महावीरं वंदामो जाव पज्जुवासामो । एयं मे इहभवे परभवे यहियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ । ભાવાર્થ:- હે ગૌતમ! તે કાળે અને તે સમયે હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. રાજગૃહ નગરનો વિશાળ સમુદાય વંદન-દર્શન કરવા પોતપોતાના ઘેરથી નીકળી મારી પાસે આવ્યો. તે સમયે નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરી જતાં ઘણાં માણસો પરસ્પરમાં આ પ્રમાણે વાત કરવા લાગ્યા કે– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા છે. તો હે દેવાનુપ્રિય ! આપણે જઈએ અને શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીએ યાવત પર્યાપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં, પરભવમાં હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી તથા બીજા ભવમાં અનુગામી થશે અર્થાત્ પરભવમાં તે જ સાથે આવશે. દેડકાનું વંદનાર્થે પ્રસ્થાન :३० तए णं तस्स ददुरस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म अयमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जेत्था- एवं खलु समणे भगवं महावीरे समोसढे । तं गच्छामिणं समणं भगवं महावीरं वदामि- एवं संपेहेइ, संपेहेत्ता णंदाओ पुक्खरिणीओ सणियंसणियं उत्तरइ, उत्तरित्ता जेणेव रायमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताए उक्किट्ठाए ददुरगईए वीईवयमाणे-वीईवयमाणे जेणेव ममं अंतिए तेणेव पहारेत्थ ભાવાર્થ :- ઘણા મનુષ્યો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, તે દેડકાને આ પ્રમાણે વિચાર, ચિંતન, અભિલાષા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે ખરેખર શ્રમણ ભગવાન મહાવીર અહીં પધાર્યા છે, તો હું જાઉં અને ભગવાનને વંદના કરું. આ પ્રમાણે વિચાર કરીને તે ધીરે-ધીરે નંદા પુષ્કરિણીમાંથી બહાર નીકળીને, રાજમાર્ગ ઉપર આવીને મારી પાસે આવવા માટે ઉત્કૃષ્ટ દર્દ ગતિથી અર્થાતુ દેડકાને યોગ્ય તીવ્ર ચાલથી ચાલવા લાગ્યો.
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy