________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
દ્વારા તે સોળ રોગાતંકોમાંથી એક-એક રોગને મટાડવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ (નંદશ્રેષ્ઠીના) એક પણ રોગાતંકને શાંત કરવામાં સમર્થ થઈ શક્યા નહીં.
૩૧૨
२२ त णं ते बहवे वेज्जा य वेज्जपुत्ता य जाणुया य जाणुयपुत्ता य कुसला य कुसलपुत्ता य जाहे णो संचाएंति तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायकं उवसामेत्तए ताहे संता तता परितंता णिव्विण्णा समाणा जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया।
ભાવાર્થ :- ત્યાર પછી ઘણા વૈધો, વૈદ્યપુત્રો, જાણકારો, જાણકારપુત્રો, કુશલ, કુશલપુત્રો જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને ઉપશાંત કરવામાં સમર્થ ન થયા ત્યારે થાકીને, વિશેષ થાકીને, ખિન્ન થઈને, ઉદાસ થઈને પોત-પોતાના ઘેર પાછા ફર્યા.
નંદ શ્રેષ્ઠીનો દેડકારૂપે જન્મ :
| २३ तए णं णंदे तेहिं सोलसेहिं रोगायंकेहिं अभिभूए समाणे णंदा - पोक्खरिणीए मुच्छिए तिरिक्खजोणिएहिं णिबद्धाउए, बद्धपएसिए अट्टदुहट्टवसट्टे कालमासे कालं किच्चा णंदा पोक्खरिणीए ददुरीए कुच्छिसि ददुरत्ताए उववण्णे ।
ભાવાર્થ :- ત્યાર પછી સોળ રોગાતકોથી પરાજિત, નંદા-પુષ્કરિણીમાં અતીવ મૂર્છિત તે નંદ શ્રેષ્ઠીએ તિર્યંચ યોનિ સંબંધી આયુષ્યનો બંધ કર્યો. આર્તધ્યાનને વશીભૂત થઈને મૃત્યુના સમયે મૃત્યુ પામીને તે જ નંદાપુષ્કરિણીમાં એક દેડકીની કુક્ષીમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો.
२४ त णं णंदे दुरे गब्भाओ विणिम्मुक्के समाणे उम्मुक्कबालभावे विण्णायपरिणयमित्ते जोव्वणगमणुपत्ते णंदाए पोक्खरिणीए अभिरममाणे- अभिरममाणे विहरइ ।
ભાવાર્થ:- ત્યાર પછી નંદ દેડકો ગર્ભથી બહાર આવીને અર્થાત્ જન્મ પામીને અનુક્રમે બાલ્યાવસ્થાથી મુક્ત થયો, તે સમજદાર થયો અને યૌવનને પ્રાપ્ત થયો ત્યારે નંદા પુષ્કરિણીમાં આનંદ-પ્રમોદ કરતો
વિચરવા લાગ્યો.
દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ઃ
२५ तए णं णंदाए पोक्खरिणीए बहू जणे व्हायमाणो य पियमाणो य पाणियं संवहमाणो य अण्णमण्णस्स एवं आइक्खइ - धण्णे णं देवाणुप्पिया ! णंदे मणियारे जस्स णं इमेयारूवा णंदा पुक्खरिणी चाउक्कोणा जाव पडिरूवा, जस्स णं पुरत्थिमिल्ले वणसंडे चित्तसभा अणेगखंभसयसण्णिविट्ठा तहेव चत्तारि सहाओ जाव जम्मजीवियफले ।
ભાવાર્થ:- નંદા પુષ્કરિણીમાં ઘણા લોકો સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરીને લઈ જતા પરસ્પરમાં આ પ્રમાણે કહેતા હતા— હે દેવાનુપ્રિય ! નંદ મણિયાર ધન્ય છે, કે જેણે આ ચતુષ્કોણ યાવત્ મનોહર પુષ્કરિણી બનાવી છે, પૂર્વના વનખંડમાં સેંકડો સ્થંભોની ઉપર સ્થાપિત ચિત્રસભા બનાવી છે. આ રીતે ચારે વનખંડો અને ચારે સભાઓના વિષયમાં કહેવું જોઈએ યાવત્ નંદ મણિયારનો જન્મ અને જીવન સફળ છે.
२६ तए णं तस्स ददुरस्स अभिक्खणं- अभिक्खणं बहुजणस्स अंतिए एयमट्ठे सोच्चा