________________
| અધ્ય–૧૩: દર્દર શાત
[ ૩૧૧ ] विउलं अत्थसंपयाणं दलयइ त्ति कटु दोच्चं पि तच्चं पि घोसणं घोसह, घोसित्ता ए यमाणत्तियं पच्चप्पिणह। ते वि तहेव पच्चप्पिणंति । ભાવાર્થ:- આ સોળ રોગાતંકથી પીડિત નંદ મણિયારે કર્મચારી પુરુષોને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને રાજગૃહ નગરમાં શૃંગાટક યાવત રાજમાર્ગો પર ઘોષણા કરાવો કે હે દેવાનુપ્રિયો: નંદ મણિયાર શ્રેષ્ઠીના શરીરમાં શ્વાસથી કોઢ પર્વતના સોળ રોગ ઉત્પન્ન થયા છે, તો તે દેવાનુપ્રિયો ! જે કોઈ વૈદ્ય કે વૈદ્યપુત્ર, જ્ઞાયક કે જ્ઞાયકપુત્ર, કુશલ કે કુશલ પુત્ર, નંદ મણિયારના તે સોળ રોગોમાંથી એક પણ રોગને મટાડી દેશે, તેને નંદ મણિયાર વિપુલ ધન-સંપત્તિ પ્રદાન કરશે. આ પ્રમાણે બે-ત્રણ વાર ઘોષણા કરો, ઘોષણા કરીને મને તે કાર્ય થઈ ગયાના સમાચાર આપો. કર્મચારી પુરુષોએ આજ્ઞાનુસાર ઘોષણા કરીને, નંદશ્રેષ્ઠીને જાણ કરી. २१ तए णं रायगिहे णयरे इमेयारूवं घोसणं सोच्चा णिसम्म बहवे वेज्जा य वेज्जपुत्ता य जावकुसलपुत्ता यसत्थकोसहत्थगया यासिलियाहत्थगया य गुलियाहत्थगया य ओसहभेसज्जहत्थगया यसएहिं सएहिं गेहेहिंतो णिक्खमंति, णिक्खमित्ता रायगिह मज्झमज्झेणं जेणेवणंदस्समणियारसेविस्स गिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता णंदस्समणियारसेद्विस्स सरीरं पासंति, तेसिंरोगायंकाणं णियाणं पुच्छंति, पुच्छित्ता णंदस्समणियारसेट्ठिस्स बहूहिं उव्वलणेहि य उव्वट्टणेहि य सिणेहपाणेहि य वमणेहि य विरेयणेहि य सेयणेहि य अवदहणेहि य अवण्हाणेहि य अणुवासणेहि य वत्थिकम्मेहि यणिरूहेहि य सिरावेहेहि य तच्छणाहि य पच्छणाहि य सिरावेढेहि य तप्पणाहि य पुटवाएहि य छल्लीहि वल्लीहि य मूलेहि य कंदेहि य पत्तेहि य पुप्फेहि य फलेहि य बीएहि य सिलियाहि य गुलियाहि य ओसहेहि य भेसज्जेहि य इच्छंति तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंक उवसामित्तए, णो चेव णं संचाएंति उवसामेत्तए । ભાવાર્થ:- આ પ્રમાણેની ઘોષણા સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને રાજગૃહ નગરમાંથી ઘણા વૈદ્યો, વૈધપુત્રો યાવત્ કુશલપુત્રો હાથમાં શસ્ત્રકોશ(શસ્ત્રોની પેટી) લઈને, શસ્ત્રોને તીક્ષ્ણ કરવાના પથ્થરોને લઈને, ગોળીઓ, ઔષધ તથા ભેષજને હાથમાં લઈને પોત-પોતાના ઘેરથી નીકળ્યા અને રાજગૃહની મધ્યમાં થઈને નંદ મણિયારના ઘેર આવ્યા. તેઓએ નંદ મણિયારના શરીરને તપાસ્યું અને નંદ મણિયારને રોગનું નિદાન કરવા માટે પૂછપરછ કરી અને ત્યાર પછી તે વૈદ્યોએ નંદમણિયાર શ્રેષ્ઠીના શરીર પર અનેક પ્રકારનો લેપ કરીને, ઉબટન કરીને અર્થાત્ મલાપકર્ષક દ્રવ્યો શરીર પર ચોળીને, સ્નેહપાન-ઔષધિમાં પકાવેલા તેલ-ઘી આદિનું પાન કરાવીને, વમન-વિરેચન કરાવીને, વરાળ-સ્નાન કરાવીને, તપાવેલા લોખંડથી ડામ આપીને, ઔષધ મિશ્રિત જળથી સ્નાન કરાવીને, અનુવાસન-યંત્ર દ્વારા ગુદા માર્ગે પેટમાં તેલ ચડાવીને, બસ્તિકર્મગુદા માર્ગે વાટ વગેરે ચડાવીને અંદરના મળની સફાઈ કરીને, નિરૂહ– ચર્મ યંત્ર દ્વારા અનુવાસન કરીને, શિરાઓ નસો વીંધીને, ખરાબ લોહી બહાર ખેંચી લઈને, તક્ષણ–ચામડી છેદીને કુશળતા પૂર્વક ચામડી ઉતરડીને, શિરા-નસોને બાંધીને, સ્નિગ્ધ પદાર્થથી માલિશ કરીને, પુટપાક- આગમાં પકાવેલા ઔષધો આપીને, છાલ-વેલ-મૂળ-કંદ-પત્ર-પુષ્પ-ફળ-બીજ-કરિયાતું વગેરેની ગોળીઓ અને અનેક ઔષધ ભેષજ