________________
[ ૩૧૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાં નંદા પુષ્કરિણીમાં સ્નાન કરતાં, પાણી પીતાં અને તેમાંથી પાણી ભરી લઈ જતાં લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરવા લાગ્યાં કે હે દેવાનુપ્રિય ! નંદમણિયાર શેઠને ધન્યવાદ છે. તેઓ કૃતાર્થ થઈ ગયા યાવત તેના જન્મ અને જીવન સફળ છે. જેણે આ ચોરસ, નયનરમ્ય વગેરે ગુણોવાળી વાવ બનાવી, તેની ચારે બાજુ ચાર ઉદ્યાન બનાવ્યા યાવતુ પૂર્વાદિ દિશામાં ક્રમશઃ ચિત્રશાળા વગેરે બનાવ્યાં છે થાવતુ આ ચારે ઉદ્યાનોમાં રાજગૃહ નગરમાંથી ફરવા આવેલા ઘણાં માણસો આસન પર બેસીને, શય્યા પર સૂઇને, ઉદ્યાનની શોભાને જોતાં, તેની પ્રશંસા કરતાં સુખપૂર્વક વિચરે છે.
તેથી નંદમણિયાર શેઠ ધન્યવાદને પાત્ર છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, કૃત પુણ્ય છે; હે દેવાનુપ્રિયો ! નંદ મણિયારે પોતાના ભવને સુધારી લીધો છે અને તેનો મનુષ્ય જન્મ અને જીવન સફળ છે.
- રાજગૃહનગરના શૃંગાટક વગેરે રાજમાર્ગો પર ઊભા રહી લોકો પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યાં કે હે દેવાનુપ્રિય!નંદમણિયાર શેઠ ધન્ય છે વગેરે પૂર્વોકત કથન કરવું યાવતુ લોકો સુખપૂર્વક વિચરણ કરે છે.
નંદ મણિયાર શેઠ ઘણા લોકો પાસેથી આ પ્રમાણે પોતાની પ્રશંસા સાંભળીને આનંદિત તથા સંતુષ્ટ થઈ જતો હતો અને મેઘધારાથી આહત કદંબવૃક્ષની સમાન તેમનું શરીર હર્ષથી રોમાંચિત થઈ જતું હતું. આ રીતે તે શાતાજનિત પરમ સુખનો અનુભવ કરતો હતો અર્થાત્ પોતાના કાર્યની પ્રશંસા સાંભળીને તેના રોમે-રોમ આનંદથી પુલકિત બની જતા હતા. નંદશ્રેષ્ઠીને સોળ રોગાતંકની ઉત્પત્તિ :१९ तएणं तस्स णंदस्समणियारसेट्ठिस्स अण्णया कयाई सरीरगंसिसोलस रोगायंका પાડભૂયા, તંગ
सासे कासे जरे दाहे, कुच्छिसूले भगंदरे । अरिसा अजीरए दिहि, मुद्धसूले अकारए ॥१॥
अच्छिवेयणा कण्णवेयणा कंडूदउदरे कोढे । ભાવાર્થ:- ત્યાર પછી એકવાર(પાપકર્મના ઉદયે) નંદ મણિયાર શેઠના શરીરમાં સોળ રોગાતંક(મોટા રોગો) ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે હતા– (૧) શ્વાસ, (ર) કાસ- ઉધરસ (૩) જ્વર, (૪) દાહ-જલન (૫) કુક્ષિશૂળ, (૬) ભગંદર, (૭) અર્શ-હરસ, (૮) અજીર્ણ, (૯) નેત્રશૂળ (૧૦) મસ્તક શૂળ, (૧૧) ભોજન વિષયક અરુચિ (૧૨) નેત્રવેદના, (૧૩) કર્ણવેદના (૧૪) ખંજવાળ (૧૫) જલોદર અને (૧૬) કોઢ.
२० तए णं से णंदे मणियारसेट्ठी सोलसहि रोगायकेहिं अभिभूए समाणे कोडुंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भेदेवाणुप्पिया !रायगिहे णयरे सिंघाडग जाव महापहपहेसु महया-महया सद्देणं उग्घोसेमाणा-उग्घोसेमाणा एवं वयह
एवं खलु देवाणुप्पिया ! णंदस्स मणियारसेट्ठिस्स सरीरगंसि सोलस रोगायंका पाउब्भूया, तं जो णं इच्छइ देवाणुप्पिया ! वेज्जो वा वेज्जपुत्तो वा जाणुओ वा जाणुयपुत्तो वा कुसलो वा कुसलपुत्तो वा णंदस्स मणियारस्स तेसिं च सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंकं उवसामित्तए, तस्स णं देवाणुप्पिया ! णंदे मणियारे