________________
[ ૩૦૮ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- તે ચિત્રશાળામાં ઘણા બેસવા યોગ્ય આસનો અને સુવા યોગ્ય શય્યાઓ બિછાવેલી રહેતી હતી. ત્યાં ઘણા નાટક કરનારા અને નૃત્ય કરનારા યાવતુ પ્રતિદિન આજીવિકા, ભોજન અને પગાર લઈને કામ કરનારા અનેક કલાકારો અને તબલા વગેરે વગાડનારા તબલચીઓ પોત-પોતાનું કામ કરતાં હતા.
રાજગૃહ નગરમાં ફરવા નીકળેલા ઘણાં લોકો ચિત્રસભામાં પૂર્વવર્ણિત આસન-શય્યા ઉપર બેસીને કે સૂઈને સંગીત વગેરે સાંભળતાં, નૃત્યઆદિ જોતાં, પરસ્પર વાર્તાલાપ કરતાં સુખપૂર્વક(ચિત્રશાળામાં) રહેતા હતા. १४ तए णं णंदे मणियारसेट्ठी दाहिणिल्ले वणसंडे एगं महं महाणससालं कारावेइ, अणेगखंभसयसण्णिविटुं जाव पडिरूवं । तत्थ णं बहवे पुरिसा दिण्ण-भइभत्तवेयणा विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेति, बहूणं समण माहण अतिहि किवण वणीमगाणं परिभाएमाणा-परिभाएमाणा विहरंति। ભાવાર્થઃ- ત્યારપછી નંદ મણિયાર શેઠે દક્ષિણ તરફના વનખંડમાં એક મોટી ભોજનશાળા તૈયાર કરાવી. તે પણ અનેક સેંકડો સ્થંભોવાળી યાવતુ પ્રતિરૂપ(અત્યંત સુંદર) હતી. ત્યાં પણ ઘણા લોકોને આજીવિકા, ભોજન અને પગાર દઈને રાખ્યા હતા. તેઓ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારનો આહાર બનાવતા હતા અને ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો અને ભિખારીઓને આહારાદિ આપતા હતા. १५ तए णं णंदे मणियारसेट्ठी पच्चत्थिमिल्ले वणसंडे एगं महं तेगिच्छियसालं कारेइ, अणेगखंभसयसण्णिविट्ठ जावपडिरूवं । तत्थणं बहवे वेज्जा य, वेज्जपुत्ता य, जाणुया य, जाणुयपुत्ता य, कुसला य, कुसलपुत्ता य, दिण्णभइ-भत्तवेयणा बहूणं वाहियाणं, गिलाणाणं, रोगियाणं, दुब्बलाणं, तेइच्छं कम्मं करेमाणा-करेमाणा विहरति । अण्णे य एत्थ बहवे पुरिसा दिण्ण भइभत्तवेयणा तेसिं बहूणं वाहियाणं, रोगियाणं, गिलाणाणं, दुब्बलाणं च ओसह भेसज्जभत्तपाणेणं पडियारकम्मं करेमाणा-करेमाणा विहरति । ભાવાર્થ - ત્યારપછી નંદમણિયાર શેઠે પશ્ચિમ દિશાના વનખંડમાં એક વિશાળ ચિકિત્સાશાળા (ઔષધશાળા) તૈયાર કરાવી. તે પણ અનેક સો સ્થંભોવાળી યાવત મનોહર હતી. તે ચિકિત્સાશાળામાં ઘણા વૈદ્યો, વૈદ્યપુત્રો, જ્ઞાયક- વૈદ્યક શાસ્ત્ર નહીં જાણવા છતાં અનુભવના આધારથી ચિકિત્સા કરનારા અનુભવી જ્ઞાયક પુત્રો, કુશલ પોતાના તર્કથી જ ચિકિત્સાના જ્ઞાતાઓ અને કુશલ પુત્રોને, આજીવિકા, ભોજન અને પગાર આપીને નિયુક્ત કર્યા હતા. તેઓ શોક આદિથી ઉત્પન્ન ચિત્તપીડાથી પીડાતા વ્યાધિ-ગ્રસ્તો, ગ્લાનો(અશક્તો), જવર આદિથી પીડાતા રોગીઓ અને દુર્બલોની ચિકિત્સા કરતા હતા. તે ચિકિત્સા શાળામાં બીજા પણ ઘણા લોકોને આજીવિકા, ભોજન અને પગાર દઈને રાખવામાં આવ્યા હતા. તેઓ બીમારો, રોગીઓ, ગ્લાનો તથા દુર્બલોની ઔષધ-ભેષજ અને ભોજન-પાણીથી સેવા-સુશ્રુષા કરતા હતા. १६ तए णं णंदे मणियारसेट्ठी उत्तरिल्ले वणसंडे एगं महं अलंकारियसभं कारेइ, अणेगखंभसयसण्णिविटुं जाव पडिरूवं । तत्थ णं बहवे अलंकारियपुरिसा दिण्णभइभत्त-वेयणा बहूणं समणाण य, माहणाण य अणाहाण य, गिलाणाण य, रोगियाण य, दुब्बलाण य अलंकारियकम्मं करेमाणा करेमाणा विहरति ।