________________
| અધ્ય–૧૩ઃ દર્દુર શાત
_
| ૩૦૭ |
ત્યાર પછી ક્રમશઃ ખોદતાં-ખોદતાં પુષ્કરિણી (વાવ) સંપૂર્ણ ખોદાઈ ગઈ. તે ચતુષ્કોણ હતી, તેના કિનારા એક સરખા હતા. તેનું પાણી શીતળ અને ઊંડાણમાં અગાધ હતું. તે વાવનું પાણી કમલપત્રો, બિસતંતુઓ અને મૃણાલોથી આચ્છાદિત રહેતું હતું. તે વાવ ઘણા ખીલેલાં ઉત્પલો, કમળો, ચંદ્રવિકાસી કુમુદો, વિશિષ્ટ સુગંધવાળા નલિની, સુભગ જાતીય કમળો, સૌગંધિક કમળો, સફેદ પુંડરિકો, મહાપુંડરિકો, શતપત્ર કમળો, સહસંપત્ર કમળોની કેસરથી યુક્ત રહેતી હતી. ચારે બાજુ ઉન્મત બનીને ઉડતા ઘણા ભમરાઓ અને હંસ, સારસાદિ અનેક પક્ષી યુગલો દ્વારા કરાતાં મધુર અને ઘોષ યુક્ત કલરવોથી તે વાવ ગુંજતી હતી. તે મનને પ્રસન્ન કરનારી, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી અર્થાત્ અત્યંત રમણીય હતી. ११ तएणं से णंदे मणियारसेट्टी णंदाए पोक्खरिणीए चउदिसिं चत्तारि वणसंडे रोवावेइ। तए णं ते वणसंडा अणुपुव्वेणं सारक्खिज्जमाणा य संगोविज्जमाणा य संवड्डियमाणा य वणसंडा जाया-किण्हा जावमहामेह णिकुरंबभूया पत्तिया पुफिया जाव उवसोभेमाणाउवसोभेमाणा चिटुंति। ભાવાર્થ:- ત્યાર પછી તે નંદમણિયાર શ્રેષ્ઠીએ નંદા પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડ બનાવવા રોપાઓ રોપાવ્યા. પશુ-પક્ષીરૂપ ઉપદ્રવોથી સંરક્ષિત, હિમ-અગ્નિ આદિથી સંગોપિત, પાણીના સિંચનથી સંવર્ધિત તે રોપાઓ અનુક્રમે વૃક્ષ બની ગયા. તે વનખંડો હરિયાળીથી યુક્ત હોવાથી કાળી કાંતિવાળા થાવતું પાણી ભરેલા મેઘ જેવા દેખાવા લાગ્યા. પાંદડાઓ અને પુષ્પોના સમૂહથી યુક્ત યાવતુ અત્યંત સુંદર દેખાવા લાગ્યા. १२ तए णं णंदे मणियारसेट्ठी पुरच्छिमिल्ले वणसंडे एगं महं चित्तसभ कारावेइ, अणेगखंभसयसंणिविट्रंपासाईयंदरिसणिज्जं अभिरूवं पडिरूवं । तत्थणं बहणिकिण्हाणि य जाव सुक्किलाणी य कट्ठकम्माणि य पोत्थकम्माणि यचित्तलिप्पगंथिमवेढिमपूरिम संघाइमाइं उवदंसिज्जमाणाई उवदंसज्जिमाणाई चिट्ठति। ભાવાર્થ :- ત્યારપછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ પર્વદિશાના વનખંડમાં એક વિશાળ ચિત્રશાળા તૈયાર કરાવી. સેંકડો સ્તંભો ઉપર સ્થાપિત તે ચિત્રશાળા પ્રાસાદીય, દર્શનીય અને અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે ચિત્રશાળામાં લાકડા ઉપર કાળા યાવત્ શ્વેત, આ પાંચ રંગની પુતળીઓ વગેરે કાષ્ટ કર્મ કરાવ્યું હતું. તાડપત્રાદિ ઉપર લેખો લખાવી પુસ્ત કર્મ, ભીંતાદિ ઉપર ચિત્રો દોરાવી ચિત્રકર્મ, લાલ માટીની વલી વગેરે બનાવી લેપ્યકર્મ, દોરા ગૂંથીને બનાવાતી કલાકૃતિઓ કરાવી ગ્રંથિમ કર્મ, ફૂલાદિ વીંટી-વીંટીને બનાવાતી કલાકૃતિઓ કરાવી વેષ્ટિતકર્મ, સુવર્ણાદિની પ્રતિમાદિ તૈયાર કરાવી પૂરિતકર્મ અને વિભિન્ન અવયવો જોડીને બનાવાતી કલાકૃતિઓ તૈયાર કરાવી સંઘાતિમ કર્મ કરાવ્યું હતું. તે સ્થાપત્ય એટલું સુંદર હતું કે લોકો એક બીજાને બતાવતાં હતાં. |१३ तत्थणं बहूणि आसणाणि य सयणायाणि य अत्थुयपच्चत्थुयाई चिटुंति । तत्थणं बहवे णडा य णट्टा य जाव दिण्णभइ-भक्तवेयणा तालायर-कम्मं करेमाणा विहरंति ।
रायगिहविणिग्गया एत्थ बहू जणा तेसु पुव्वण्णत्थेसु आसणसयणेसु सण्णिसण्णा य संतुयट्टा य सुणमाणा य पेच्छमाणा य साहेमाणा य सुहंसुहेणं विहरइ ।