SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ | 30 | શ્રી શાતાધર્મકથા સૂત્ર णं ते ईसरपभियओजेसिंणं रायगिहस्स बहिया बहूओ वावीओ पोक्खरिणीओ दीहियाओ गुंजालियाओ सरपंतियाओ सरसरपंतियाओ, जत्थ णं बहूजणो ण्हाइ य पियइ य पाणियं च संवहइ । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए सेणियं रायं आपुच्छित्ता रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए बेभारपव्वयस्स अदूरसामंते वत्थुपाढगरोइयंसि भूमिभागंसि णंदं पोक्खरिणिं खणावेत्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभायाए जाव पोसह पारेइ, पारित्ता हाए जावविभूसिए मित्तणाइ जावसंपरिवुडे महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं गेण्हइ, गेण्हित्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छइ जाव पाहुडं उवट्ठवेइ, उवट्ठवित्ता एवं वयासी- इच्छामि णं सामी ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे रायगिहस्स बहिया जाव खणावेत्तए । अहासुहं देवाणुप्पिया । ભાવાર્થ - અટ્ટમ પૂરો થવાના સમયે નંદશ્રેષ્ઠી તરસ અને ભૂખથી વ્યાકુળ બની ગયા. તેના મનમાં આ પ્રમાણે અધ્યવસાય યાવત વિચાર ઉત્પન્ન થયો કે- “તે ઈશ્વર, સાર્થવાહ આદિ ધન્ય છે યાવતુ તેનો વૈભવ સફળ છે કે જેઓની રાજગૃહ નગર બહાર ઘણી વાવડીઓ, પુષ્કરિણીઓ, દીર્ઘિકાઓ–લાંબી વાવડીઓ, ગુંજાલિકાઓ-કમલ યુક્ત વાવડીઓ, સરોવરો, સરોવરોની પંક્તિઓ છે કે જેમાં ઘણા લોકો સ્નાન કરે છે, પાણી પીવે છે અને પાણી ભરીને લઈ જાય છે. હું કાલે સવારે શ્રેણિક રાજાની આજ્ઞા લઈને રાજગૃહ નગરની બહાર, ઉત્તરપૂર્વ દિશામાં, વૈભાર પર્વતની નજીક, વાસ્તુશાસ્ત્રીએ પસંદ કરેલા भूभिमागमा नहानामनी पुष्परिणी(414) मोहा," आप्रभाविया२यो, વિચાર કરીને, બીજે દિવસે પ્રભાત થતાં પૌષધ પાળ્યો. પૌષધ પાળીને સ્નાન કર્યું કાવત્ વિભૂષિત થઈને મિત્ર, જ્ઞાતિજનો આદિ સાથે યાવતું બહુમૂલ્ય અને રાજાને ભેટ કરવા યોગ્ય પદાર્થો લઈને શ્રેણિક રાજાની પાસે ગયા યાવત ગ્રહણ કરેલા તે પદાર્થો રાજાને ભેટરૂપે અર્પણ કરીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનુ! આપની અનુમતિ મેળવીને હું રાજગૃહ નગરીની બહાર લાવતુ પુષ્કરિણી ખોદાવવા ઇચ્છું છું. રાજાએ ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે, તેમ કરો. |१० तए णं णंदे सेणिएणं रण्णा अब्भणुण्णाए समाणे हट्टतुढे रायगिहं मझमज्झेणं णिग्गच्छइ, णिग्गछित्ता वत्थुपाढयरोइयंसि भूमिभागंसिणंदं पोक्खरिणिं खणाविउं पयत्ते यावि होत्था । तए णं सा गंदा पोक्खरिणी अणुपुव्वेणं खणमाणा खणमाणा पोक्खरिणी जाया याविहोत्था- चाउक्कोणा समतीरा अणुपुव्वसुजायवप्पसीयलजला संछण्णपक्तभिसमुणाला बहु-उप्पल-पउमकुमुयणलिणी-सुभग-सोगंधिय-पुंडरीयमहापुंडरीयसयपत्तसहस्सपत्त पप्फुल्लकेसरोववेया परिहत्थभमंतमत्तछप्पय अणेग-सउणगणमिहुण-वियरिय सदुण्णइय महुरसरणाइया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा ।। ભાવાર્થ:- ત્યાર પછી શ્રેણિક રાજાની આજ્ઞા મળતા નંદ મણિયાર શેઠ હૃષ્ટ-તુષ્ટ થયા. તે રાજગૃહ નગરીની મધ્યમાં થઈને નીકળ્યા. વાસ્તુ શાસ્ત્રીઓ દ્વારા નિર્દિષ્ટ ભૂમિ ભાગમાં નંદા નામની વાવ ખોદાવવાનું શરૂ કર્યું.
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy