________________
અધ્ય–૧૩: દર્દુર શાત
૩૦૫
નંદ શ્રેષ્ઠીને મિથ્યાત્વ પ્રાપ્તિ - |७ तए णं से णंदे मणियारसेट्ठी अण्णया कयाइ असाहुदंसणेण य अपज्जुवासणाए य अणणुसासणाए य असुस्सूसणाए य सम्मत्तपज्जवेहि परिहायमाणेहिंपरिहायमाणेहि मिच्छत्त पज्जवेहिं परिवड्डमाणेहिपरिवड्डमाणेहिं मिच्छत्तं विप्पडिवण्णे जाए यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી તે નંદ મણિયાર શ્રેષ્ઠી અસાધુઓના દર્શનથી અર્થાત્ કુગુરુના સંસર્ગથી અને સદગુરુની પર્યપાસના ન કરવાથી, ધર્મનો ઉપદેશ ન મળવાથી, સમ્યકત્વના પર્યાયો ક્રમશઃ ક્ષીણ થવાથી અને મિથ્યાત્વના પર્યાયો ક્રમશઃ વધવાથી કોઈ એક સમયે મિથ્યાત્વી થઈ ગયા.
८ तए णं णंदे मणियारसेट्ठी अण्णया कयाइ गिम्हकालसमयसि जेट्ठामूलंसि मासंसि अट्ठमभत्तं परिगेण्हइ, परिगेण्हित्ता पोसहसालाए पोसहिए इव बंभचारी उम्मुक्क मणिसुवण्णे ववगयमालावण्णग विलेवणे णिक्खिक्तसत्थमूसले एगे अबीए दब्भसंथारोवगए विहरइ। ભાવાર્થ:- ત્યાર પછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ એકવાર ગ્રીષ્મ ઋતુના જેઠ માસમાં અઠ્ઠમ તપ અંગીકાર કરીને; પૌષધશાળામાં પૌષધવ્રતની જેમ બ્રહ્મચર્ય વ્રતધારણ કરીને; મણિ, સુવર્ણનો ત્યાગ કરીને; ફૂલમાળા, પાવડર આદિ શૃંગાર પ્રસાધનોનો ત્યાગ કરીને તથા સાવધયોગ-શસ્ત્ર, મૂસળ વગેરે પ્રયોગોનો ત્યાગ કરીને બીજા કોઈના સંગાથ રહિત એકલા, બીજ રહિત ઘાસના સંસ્મારક પર બેઠા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નંદ મણિયાર શ્રેષ્ઠીનું સમકિતથી પતિત થવાનું વર્ણન છે. તે વર્ણનથી સ્પષ્ટ થાય છે કે મોક્ષાર્થી જીવોને સંત સમાગમે એકવાર ધર્મનો બોધ અને વ્રતોની પ્રાપ્તિ થઈ જાય તોપણ ધર્મ સંસ્કારોની પરિપક્વતા અને દઢતા માટે સંત સમાગમ અત્યંત જરૂરી છે. શ્રમણ નિગ્રંથોની પર્યાપાસનાથી જ તેના વ્રતો નિર્મળ અને શુદ્ધ બને છે. સંત સમાગમના અભાવમાં ક્યારેક તેના સમ્યત્વના પરિણામો ક્ષીણ થાય, મિથ્યાત્વના પર્યાયોની વૃદ્ધિ થાય ત્યારે ક્રમશઃ સમ્યકત્વનો નાશ થઈ જાય છે. આ જ કારણે શ્રમણનિગ્રંથોના અત્યધિક આવાગમન અને વિચરણયુક્ત રાજગૃહી નગરીમાં રહેવા છતાં પણ નંદમણિયાર શ્રમણોની પર્યાપાસનાથી વંચિત રહેવાના કારણે સમકિતથી વ્યુત થઈને મિથ્યાત્વને પ્રાપ્ત થયા હતા. પોતાના પતિ વ - કોઈ જીવ મિથ્યાત્વ દશાને પ્રાપ્ત થયા પછી પૌષધ ગ્રહણ કરે અથવા કોઈ સમ્યગ્દષ્ટિ જીવ સંસાર ભાવે પોષધ ગ્રહણ કરે, ત્યારે તે પૌષધ શ્રાવકના અગિયારમા પૌષધ વ્રત રૂપ હોતો નથી. તે માટે શાસ્ત્રકારે અહીં પવિત્ર આ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો અર્થ છે કે તે પૌષધની જેમ- બ્રહ્મચર્ય ધારણ, પાપકારી પ્રવૃત્તિઓનો ત્યાગ, સુવર્ણાદિનો ત્યાગ, પ્રતિલેખન, પ્રમાર્જન, દર્ભ સસ્તારક આદિ સર્વવિધિનું પાલન કરે છે, તેમ છતાંમિથ્યાત્વના કે સંસાર ભાવોના યોગે તેમાં આત્મગુણોનું પોષણ થતું ન હોવાથી તે પૌષધ, વ્રતરૂપ થતો નથી. નંદશ્રેષ્ઠી દ્વારા પુષ્કરિણી, વનખંડ આદિ નિર્માણ - | ९ तए णं णंदस्स अट्ठमभत्तंसि परिणममाणंसि तण्हाए छुहाए य अभिभूयस्स समाणस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- धण्णा णं ते ईसरपभियओ जावकयविभवा