________________
[ ૩૦૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कहिं गया? कहिं अणुपविट्ठा ? गोयमा ! सरीरं गया, सरीरं अणुपविट्ठा कूडागारदिद्रुतो। ભાવાર્થ:- ત્યાર પછી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! હમણા તો આ દર્દ દેવ આશ્ચર્યકારી મહદ્ધિ, મહાતિ, મહાબલ, મહાયશ, મહાસુખ તથા મહા પ્રભાવથી સંપન્ન હતો, તો હે ભગવન્! ક્ષણવારમાં દર દેવની તે દિવ્ય દેવઋદ્ધિ, દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ ક્યાં ગયા? ક્યાં સમાઈ ગયા? હે ગૌતમ! તે દેવની ઋદ્ધિ શરીરમાં ગઈ, શરીરમાં સમાઈ ગઈ. આ વિષયમાં કૂટાગાર શાળાનું દષ્ટાંત સમજવું જોઈએ. વિવેચન :pકારતો :- કૂટાગાર શાળાનું દષ્ટાંત. એક મોટી કૂટાગાર(કૂટના આકારવાળી) શાળાની બહાર ઊભેલા સેંકડો મનુષ્યો વાવાઝોડું અને મૂસળધાર વરસાદ આવતાં ટપોટપ તે કૂટાગારશાળામાં ચાલ્યા જાય છે તેમાં સમાઈ જાય છે, તેમ વૈક્રિયશક્તિ દ્વારા વિસ્તાર પામેલી દિવ્ય ઋદ્ધિ દેવના શરીરમાં સમાઈ જાય છે. દર્દર દેવનો પૂર્વ ભવ નંદ મણિયાર શ્રેષ્ઠી :| ५ दद्दरेणं भंते ! देवेणं सा दिव्वा देविड्डी जावकिण्णा लद्धा, किण्णा पत्ता, किण्णा अभिसमण्णागया ? एवं खलु गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे रायगिहे णयरे, गुणसीलए चेइए, सेणिए राया, वण्णओ । तत्थ णं रायगिहे णंदे णामं मणियारसेट्ठी परिवसइ, अड्डे दित्ते जाव अपरिभूए । ભાવાર્થ:- હે ભગવન્! દર દેવે તે દેવદ્ધિ કેવી રીતે મેળવી, કેવી રીતે પ્રાપ્ત કરી અને કઈ રીતે સ્વાધીન બનાવી છે? હે ગૌતમ! આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉધાન હતું. તે નગરમાં શ્રેણિક નામના રાજા હતા. નગરી, ઉદ્યાન અને રાજાનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે રાજગૃહી નગરીમાં નંદ મણિયાર નામના શેઠ રહેતા હતા. તે સમૃદ્ધ, તેજસ્વી યાવત્ અનેક લોકોને માટે આદર્શભૂત હતા. નંદ શ્રેષ્ઠીને ધર્મ પ્રાપ્તિ -
६ तेणं कालेणं तेणं समएणं अहं गोयमा ! समोसढे । परिसा णिग्गया । सेणिए राया विणिग्गए । तए णं से णंदे मणियारसेट्ठी इमीसे कहाए लढे समाणे पायचारेणं जाव पज्जुवासइ । णंदे मणियार सेट्ठी धम्म सोच्चा समणोवासए जाए। तएणं अहं रायगिहाओ पडिणिक्खंते बहिया जणवयविहारं विहरामि । ભાવાર્થ - હે ગૌતમ! તે કાલે અને તે સમયે હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. પરિષદ વંદના કરવા માટે આવી, શ્રેણિક રાજા પણ આવ્યા. નંદ મણિયાર શેઠને આ વાતની ખબર પડતાં તેઓ પગપાળા ચાલતાં દર્શનાર્થે આવ્યા અને પર્યાપાસના કરવા લાગ્યા. તે નંદ મણિયાર શેઠ ધર્મ સાંભળીને, શ્રાવક વ્રત અંગીકાર કરીને શ્રમણો- પાસક થયા. ત્યાર પછી (હે ગૌતમ!) હું રાજગૃહ નગરથી નીકળીને બહાર જનપદોમાં વિચરણ કરવા લાગ્યો.