________________
અધ્ય—૧૩ : દર્દુર શાત
તેરમું અધ્યયન દર્દુર જ્ઞાત
૩૦૩
અધ્યયન પ્રારંભ ઃ
१ जणं भंते ! समणं भगवया महावीरेणं बारसमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते, तेरसमस्स णं भंते ! णायज्झयणस्स के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ:- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીરે જ્ઞાતાસૂત્રના બારમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો જ્ઞાતાસૂત્રના તેરમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे, गुणसीलए चेइए, વળો। સમોસરળ । પરિક્ષા ળિયા ।
ભાવાર્થ:- શ્રી સુધર્મા સ્વામીએ ઉત્તર આપતા કહ્યું– હે જંબૂ ! તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું, ગુણશીલ નામનું ઉદ્યાન હતું. નગર અને ઉદ્યાનનું વર્ણન પૂર્વવત્ જાણવું. ભગવાનનું સમવસરણ થયું
અને પરિષદ ધર્મોપદેશ સાંભળવા આવી.
દરદેવ દ્વારા નાટ્ય દર્શન :
३ तेणं कालेणं तेणं समएणं सोहम्मे कप्पे ददुरवर्डिसए विमाणे सभाए सुहम्माए ददुरंसि सीहासणंसि ददुरे देवे चउहिँ सामाणियसाहस्सीहिं चउहिं अग्गमहिसीहिं, सपरिसाहिं एवं जहा सूरियाभे जाव दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । इमं चणं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे- आभोएमाणे जाव णट्टविहि उवदंसित्ता पडिगए, जहा सूरियाभे ।
ભાવાર્થ :– તે કાલે અને તે સમયે સૌધર્મ નામના દેવલોકમાં દર્દુરાવતંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં, દર્દુર નામના સિંહાસન પર, દર્દુર નામના દેવ પોતાના ચાર હજાર સામાનિક દેવો, ચાર અગ્રમહિષીઓ અને પરિષદો સહિત રાજપ્રશ્નીય સૂત્રમાં વર્ણિત સૂર્યાભદેવની જેમ દિવ્ય ભોગોને ભોગવતા વિચરી રહ્યા હતા. તેમણે પોતાના વિપુલ અવધિજ્ઞાનથી સંપૂર્ણ જંબુદ્વીપને જોતાં-જોતાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીરને જોયા. તેઓ પોતાના પરિવાર સાથે ભગવાનના દર્શન કરવા આવ્યા અને સૂર્યાભદેવની સમાન નાટય વિધિ બતાવીને પાછા ફર્યા.
४ भंते ति ! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अहो णं भंते ! ददुरे देवे महिड्डिए महज्जुईए महब्बले महायसे महासोक्खे महाणुभागे। ददुरस्स णं भंते ! देवस्स सा दिव्वा देविड्डी दिव्वा देवजुई दिव्वे देवाणुभावे