________________
૩૦૨
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
સ્વામીને જોયા અને દર્શન કરવા ભગવાનના સમવસરણમાં આવી પહોંચ્યો. દર્શન અને વંદન કરી સુર્યાભદેવની જેમ બત્રીસ પ્રકારના નાટકનું પ્રદર્શન કરી પુનઃ સ્વસ્થાને(દેવલોકમાં) ગયો. ત્યાર પછી ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ તે દેવના પૂર્વના બે ભવોનું વર્ણન કર્યું.
તે દર્દદેવ પોતાનું ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ, દીક્ષા અંગીકાર કરી, સિદ્ધગતિને પામશે.
આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં– સત્ ગુરુના સમાગમે સમકિત આદિ આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે અને ગુરુ સમાગમ વિના પતન થઈ જાય છે, તે તત્ત્વ વર્ણિત છે.