SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય–૧૩: અધ્યયન સાદ ૩૦૧ | તેરમું અધ્યયન અધ્યયન સાર છે. . . . . . પ્રસ્તુત અધ્યયનું નામ દર્દૂરશાત છે. આ આગમના પ્રારંભમાં અને સમવાયાંગ સૂત્રમાં ૧૯ અધ્યયનોના નામોલ્લેખમાં આ અધ્યયન માટે મંડુ નામનો ઉલ્લેખ છે. તેમ છતાં આ અધ્યયન દ જ્ઞાતરૂપે પ્રખ્યાત છે. મંડુ શબ્દનો અર્થ દેડકો થાય છે. તેનું સંસ્કૃત રૂ૫ વર્ડર અને પ્રાકૃતરૂપ વહુર છે. નંદ મણિયાર આસક્તિના પરિણામે પોતે બનાવેલી વાવમાં જ દેડકારૂપે ઉત્પન્ન થયો અને દેડકાના ભાવમાં કરેલી આરાધનાના પરિણામે દેવ થયો. આ રીતે નંદમણિયારના દેડકાના ભવની પ્રધાનતાથી અધ્યયનનું નામ મહુવા = દર્દૂરજ્ઞાત છે. રાજગૃહ નગરમાં નંદમણિયાર નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમણે એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યો અને શ્રાવકના ૧૨વ્રતો અંગીકાર કર્યા. ત્યાર પછી સંત સમાગમના અભાવે તે મિથ્યાદષ્ટિ બની ગયા. એકવાર તેમણે અઠ્ઠમ પૌષધ કર્યો, તેમાં અંતિમ રાત્રે તેને ખૂબ જ તરસ લાગી અને પાણીના જ વિચાર આવવા લાગ્યા, પાણીના વિચારોમાંને વિચારોમાં તેમણે એક રમણીય, સરસ, મોટી વાવ બનાવવાનો સંકલ્પ કર્યો. બીજા દિવસે પૌષધમાં લાગેલા તે અતિચારની આલોચના કર્યા વિના પૌષધવ્રત પૂર્ણ કર્યું. ત્યાર પછી પૌષધમાં કરેલા સંકલ્પાનુસાર એક મોટી નંદાવાવ અને તેની ચારે બાજુ ચાર ઉદ્યાન તેમજ તે ઉદ્યાનમાં ક્રમશઃ ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાશાળા અને અલંકારશાળા તૈયાર કરાવી. લોકો નંદાવાવ અને નંદમણિયાર શેઠની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. તે પ્રશંસા સાંભળી શેઠ ખૂબ ગર્વિષ્ઠ બની ગયા અને તે વાવમાં આસકત બની ગયા. કાળક્રમે શેઠ ૧૬ રોગાંતકથી ઘેરાઈને મૃત્યુ પામ્યા. આસક્તિના પરિણામે નંદ શ્રેષ્ઠી, તે વાવમાં જ દેડકારૂપે ઉત્પન્ન થયા. એકદા ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યા. વાવમાં પાણી ભરવા આવતા લોકો દ્વારા વારંવાર ભગવાનનું નામ સાંભળતા સાંભળતા દેડકાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વભવમાં ધારણ કરેલા વ્રતો, સંતદર્શનના અભાવે મિથ્યાત્વની પ્રાપ્તિ, પૌષધમાં લાગેલા અતિચાર અને અંતે આસક્તિના કારણે દેડકારૂપે જન્મ, આ સર્વદશ્યો તેને પ્રત્યક્ષ થયા. પશ્ચાતાપ સાથે દેડકાએ પુનઃ શ્રાવક વ્રતો ધારણ કર્યા અને તે દિવસથી જ નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠા કરવાનો અભિગ્રહ કર્યો. એકદા તે દેડકો ભગવાનના દર્શન કરવા નીકળ્યો. તે સમયે ચતુરંગિણી સેના સહિત શ્રેણિક રાજા પણ પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા હતા. તેમાં કોઈ એક ઘોડાના પગ નીચે પેલો દેડકો ચગદાઈ ગયો. પોતાનો અંતિમ સમય જાણીને દેડકાએ શ્રદ્ધાપૂર્વક ભગવાન મહાવીરની સાક્ષીએ સંથારાનો સ્વીકાર કર્યો. થોડીક વારમાં જ આયુષ્ય પૂર્ણ થયું. તે દેડકો પ્રથમ દેવલોકમાંદદેવ રૂપે ઉત્પન્ન થયો.એકદા તેમણે અવધિજ્ઞાનથી ભગવાન મહાવીર
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy