________________
૩૦૦
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં જિતશત્રુરાજા અને સુબુદ્ધિ પ્રધાનની જીવન ઘટનાના દૃષ્ટાંત દ્વારા ગુણવાનના સંગે ગુણવાન બનવાનો બોધ આપ્યો છે. વૃત્તિકા૨ે તે માટે એક ગાથા રજૂ કરી છે. યથા– मिच्छत्त- मोहियमणा, पावपसत्ता वि पाणिणो विगुणा । फरिहोदगं व गुणिणो, हवंति वरगुरुपसायओ ॥ १ ॥
અર્થ— જેઓનું મન મિથ્યાત્વથી મૂઢ છે, જે પાપોમાં અત્યંત આસક્ત છે અને ગુણોથી શૂન્ય છે, તેવા પ્રાણીઓ પણ શ્રેષ્ઠ ગુરુના પ્રસાદથી ગુણવાન બની જાય છે, જેમ(સુબુદ્ધિ અમાત્યના પ્રસાદથી) ખાઈનું અશુદ્ધ પાણી શુદ્ધ સુગંધ સંપન્ન અને ઉત્તમ જળ બની ગયું.।।૧।।
॥ બારમું અધ્યયન સંપૂર્ણ ॥