________________
[ ૨૯૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ત્યાર પછી લોકોનું આવાગમન બંધ થઈ ગયું હોય, કોલાહલ શાંત થઈ ગયો હોય, તેવા સંધ્યાના સમયે તેઓ ખાઈ સમીપે ગયા, ત્યાં જઈને ખાઈનું પાણી ગ્રહણ કરાવ્યું. તેને ઘરે લાવીને નવા વસ્ત્રોથી ગળાવ્યું અને ગાળેલા તે પાણીને નવા ઘડાઓમાં ભરાવ્યું. તેમાં સાજીખાર નંખાવીને ઘડાઓને ઢાંકીને નિછિદ્ર કરી દીધા. ત્યાર પછી એક સપ્તાહ સુધી તે ઘડાઓમાંથી પાણીને ઝવવા દીધું.
ઝવેલા તે પાણીને બીજીવાર નવાવસ્ત્રથી ગળાવ્યું, ગળાવીને તેને નવા ઘડાઓમાં ભરાવ્યું, ભરાવીને તેમાં સાજીખાર નખાવીને, તેને ઢાંકીને નિછિદ્ર કરાવ્યા અને સાત રાત્રિ-દિવસ સુધી તેને ઝવવા દીધા અને ઝવેલા પાણીને ફરી ઘડામાં ભરાવ્યું. ત્રીજીવાર ફરીથી તે જ વિધિ પ્રમાણે નવા ઘડાઓને ઝવવા દીધા. १६ एवं खलु एएणं उवाएणं अंतरा गलावेमाणे अंतरा पक्खिवावेमाणे, अंतरा य परिसवावेमाणे परिसवावेमाणे सत्तसत्तयराइंदियाई परिसवावेइ । तए णं से फरिहोदए सत्तमसत्तयंसि परिणममाणंसि उदगरयणे जाए यावि होत्था- अच्छे पत्थे जच्चे तणुए फलिहवण्णाभेवण्णेणं उववेए, गंधेणं उववेए, रसेणं उववेए, फासेणं उववेए, आसायणिज्जे નાવરબિપિયાના ભાવાર્થ:- આ રીતે, આ વિધિ પ્રમાણે તે પાણીને સાત-સાત દિવસના અંતરે પુનઃ પુનઃ ગળાવતાં, તેમાં સાજીખાર નખાવતાં અને ઝવવા દેતો-દેતાં સાત સપ્તક રાત્રિ-દિવસ સુધી એટલે સાત અઠવાડિયા સુધી ઝવવા દીધું. આ રીતે સાત અઠવાડિયા વ્યતીત થયા ત્યારે તે ખાઈનું પાણી ઉદકરત્ન-ઉત્તમ પાણી બની ગયું. તે પાણી સ્વચ્છ, પથ્યકારી, ઉત્તમ પ્રકારનું, પચવામાં હળવું, સ્ફટિક મણિ જેવા નિર્મળ વર્ણવાળું, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત આસ્વાદનીય બની ગયું યાવત્ તે ઇન્દ્રિયો અને શરીરને તૃપ્ત કરનારું થઈ ગયું. १७ तएणं सुबुद्धी अमच्चे जेणेव से उदगरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलंसि आसाएइ, आसाइत्ता तं उदगरयणं वण्णेणं उववेयं, गंधेणं उववेयं, रसेणं उववेयं, फासेणं उववेयं, आसायणिज्जं जाव सव्विदियगायपल्हायणिज्जं जाणित्ता हट्ठतुढे बहूहि उदगसंभारणिज्जेहिं दव्वेहिं संभारेइ, संभारित्ता जियसत्तुस्सरण्णो पाणियघरियं सदावेइ, सद्दावित्ता एवं वयासी- तुमंचणं देवाणुप्पिया! इमं उदगरयणं गेण्हाहि, गेण्हित्ता जियसत्तुस्स रण्णो भोयणवेलाए उवणेज्जासि। ભાવાર્થ:- ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાન તે ઉદકરત્ન હતું ત્યાં આવ્યા, આવીને તે પાણીને હથેળીમાં લઈને ચાખ્યું, ચાખીને તે ઉદકરત્નને મનોજ્ઞ વર્ણ, ગંધ, રસ સ્પર્શથી યુક્ત, પીવા યોગ્ય કાવત્ સર્વ ઇન્દ્રિયોને અને શરીરને આનંદ પમાડે તેવું જાણીને પ્રસન્ન અને સંતુષ્ટ થયા. ત્યાર પછી સુસ્વાદુ બનાવનારા અનેક દ્રવ્યોથી તે પાણીને સંસ્કારિત કર્યું, સુગંધિત બનાવ્યું.
ત્યાર પછી જિતશત્રુ રાજાના જલગૃહના કર્મચારીને બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તું આ ઉદકરત્ન લઈ જા અને જિતશત્રુ રાજાના ભોજન સમયે તેમને પીવા માટે આ પાણી આપજે. નિર્મળ પાણીનું આસ્વાદનઃ|१८ तए णं से पाणिय घरए सुबुद्धिस्स एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता तं उदगरयणं