SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० - १२ : ३६5 ૨૯૫ गिण्हाइ, गिण्हित्ता जियसत्तुस्स रण्णो भोयणवेलाए उवट्ठवेइ । तणं से जियसत्तु या तं विडलं असणं पाणं खाइमं साइमं आसाएमाणे जाव विहरइ । जिमियत्तत्तराए णं जाव परमसुइभूए तंसि उदगरयणे जायविम्हए ते बहवे राईसर जावएवं वयासी- अहो णं देवाणुप्पिया ! इमे उदगरयणे अच्छे जावसव्विंदियगायपल्हायणिज्जे । तए णं ते बहवे राईसर जाव एवं वयासी - तहेव णं सामी ! जं णं तुब्भे वयह जाव एवं चेव पल्हायणिज्जे । ભાવાર્થ :- ત્યાર પછી જલગૃહના તે કર્મચારીએ સુબુદ્ધિની વાતનો સ્વીકાર કર્યો અને તે ઉદકરત્નને ગ્રહણ કરીને જિતશત્રુ રાજાના ભોજન સમયે ત્યાં રાખી દીધું. ત્યાર પછી જિતશત્રુ રાજાએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું ભોજન કર્યું. જમ્યા પછી અત્યંત સ્વચ્છ થઈને તે ઉદક રત્ન–ઉત્તમપાણી પીધું યાવત્ પાણીના સ્વાદથી આશ્ચર્ય ચકિત રાજાએ ઐશ્વર્યશાળી યાવત્ સાર્થવાહ વગેરેને કહ્યું– અહો દેવાનુપ્રિયો ! આ ઉત્તમપાણી સ્વચ્છ છે યાવત્ સમસ્ત ઇન્દ્રિયોને અને ગાત્રને આહ્લાદ આપનારું છે. ત્યારે તે ઘણા રાજા, ઈશ્વર આદિ યાવત્ આ પ્રમાણે કહેવા લાગ્યા– હે સ્વામિન્ ! આપની વાત સત્ય છે. આપ જેમ કહો છો તેમજ છે. આ ઉત્તમપાણી યાવત્ આહ્લાદ જનક છે. १९ तणं जियसत्तु राया पाणिय-घरियं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी एस णं तुब्भे देवाणुप्पिया ! उदयरयणे कओ आसाइए ? तए णं पाणिय-घरिए जियसत्तुं एवं वयासीसणं सामी ! मए उदगरयणे सुबुद्धिस्स अंतियाओ आसाइए । - तणं जियसत्तु राया सुबुद्धिं अमच्चं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- अहो णं सुबुद्धी ! केणं कारणं अहं तव अणिट्ठे अकंते अप्पिए अमणुण्णे अमणामे, जेण तुमं मम कल्लाकल्लि भोयणवेलाए इमं उदगरयणं ण उवट्टवेसि ? तं एस णं तुमे देवाणुप्पिया ! उदगरयणे कओ उवलद्धे ? तए णं सुबुद्धी जियसत्तुं एवं वयासी- एस णं सामी ! से फरिहोदए । ભાવાર્થ:- ત્યાર પછી જિતશત્રુ રાજાએ જલગૃહના કર્મચારીને બોલાવ્યો અને પૂછ્યું– હે દેવાનુપ્રિય! તમે આ શ્રેષ્ઠ પાણી ક્યાંથી મેળવ્યું છે ? ત્યારે જલગૃહના કર્મચારીએ જિતશત્રુ રાજાને કહ્યું– હે સ્વામિન્ ! આ શ્રેષ્ઠ પાણી મેં સુબુદ્ધિ પ્રધાન પાસેથી મેળવ્યું છે. ત્યાર પછી રાજા જિતશત્રુએ સુબુદ્ધિ પ્રધાનને બોલાવ્યા અને તેને પૂછ્યું– અહો સુબુદ્ધિ ! તેનું શું કારણ છે કે હું તમને અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર લાગું છું કે જેથી તમે મારા માટે પ્રતિદિન ભોજનના સમયે આવું શ્રેષ્ઠ પાણી મોકલતા નથી ? તમે આ શ્રેષ્ઠ પાણી ક્યાંથી મેળવ્યું છે ? ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુને કહ્યું– હે સ્વામિન્ ! આ પેલી ખાઈનું પાણી છે. २० तणं से जियसत्तु सुबुद्धि एवं वयासी - केणं कारणेणं सुबुद्धी ! एस से फरिहोदए ? तए णं सुबुद्धी जियसत्तुं एवं वयासी एवं खलु सामी ! तुम्हे तया मम एवमाइक्ख माणस्स भासमाणस्स पण्णवेमाणस्स परूवेमाणस्स एयमट्ठे णो सह ।
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy