________________
| २८२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
तए णं जियसत्तु राया तस्स फरिहोदगस्स असुभेणं गंधेण अभिभूए समाणे सएणं उत्तरिज्जेण आसगं पिहेइ, एगंतं अवक्कमइ, ते बहवे ईसर जाव सत्थवाह पभिइओ ए वं वयासी- अहो णं देवाणुप्पिया ! इमे फरिहोदए अमणुण्णे वण्णेणं गंधेणं रसेणं फासेणं, से जहाणामए अहिमडे इ वा जाव अमणामतराए चेव गंधेणं पण्णत्ते । ભાવાર્થ - ત્યાર પછી કોઈ એકવાર જિતશત્રુ રાજા સ્નાન કરી વાવનું ઉત્તમ અશ્વ પર સવાર થઈને ઘણા ભટો-સુભટો સાથે, અશ્વક્રીડા માટે નીકળ્યા અને તે ખાઈ પાસેથી પસાર થયા.
ત્યારે જિતશત્રુ રાજાએ ખાઈના પાણીની દુર્ગધથી વ્યાકુળ બની પોતાના ઉત્તરીય વસ્ત્ર-ખેસથી નાકને ઢાંકી લીધું અને ત્યાંથી દૂર જઈને ઐશ્વર્યશાળી પુરુષો યાવત્ સાર્થવાહોને આ પ્રમાણે કહેવા લાગ્યા- અહો દેવાનુપ્રિયો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું છે. તે સાપ આદિના મૃત કલેવરથી પણ અધિક અમનોજ્ઞ છે, ઇત્યાદિ કથન પૂર્વોક્ત પ્રમાણે જાણવું. |१० तए णं ते बहवे ईसर जावसत्थवाहपभिइओ एवं वयासी- तहेवणं तं सामी! जंणं तुब्भे वयह- अहो णं इमे फरिहोदए अमणुण्णे वण्णेणं गंधेणं रसेणं फासेणं, से जहाणामए अहिमडेइ वा जाव अमणामतराए चेव गंधेणं पण्णत्ते । ભાવાર્થ:- ત્યાર પછી તે ઘણા ઈશ્વર યાવત સાર્થવાહ વગેરેએ કહ્યું- હે સ્વામિનું! આપ જે કહો છો, તે સત્ય જ છે. અહો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું છે. તે સાપ આદિના મૃતક કલેવર યાવતુ તેનાથી પણ અધિક અમનોજ્ઞ વર્ણ, ગંધવાળું છે. |११ तएणंसे जियसत्तुराया सुबुद्धि अमच्चं एवं वयासी- अहोणंसुबुद्धी ! इमे फरिहोदए अमणुण्णे वण्णेणं जाव फासेणं, से जहाणामए अहिमडे इ वा जाव अमणामतराए चेव पण्णत्ते । तए णं से सुबुद्धी अमच्चे जावतुसिणीए संचिटुइ । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું– અહો સુબુદ્ધિ! આ ખાઈના પાણીના વર્ણ આદિ અમનોજ્ઞ છે. સર્પ આદિના મૃત કલેવરની ગંધથી પણ અમનોજ્ઞ ગંધવાળું છે. રાજાનું આ પ્રકારનું કથન સાંભળીને સુબુદ્ધિ પ્રધાને તે કથનનું સમર્થન ન કર્યું પરંતુ મૌન ભાવે જ સ્થિત રહ્યા. |१२ तए णं से जियसत्तु राया सुबुद्धिं अमच्चं दोच्चं पितच्चं पिएवं वयासी- अहोणं तं चेव जावपण्णत्ते ।
तए णं से सुबुद्धी अमच्चे जियसत्तुणा रण्णा दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे एवं वयासी- णो खलु सामी ! अम्हं एयंसि फरिहोदयंसि केइ विम्हए। एवं खलु सामी! सुब्भिसद्दा वि पोग्गला दुब्भिसद्दत्ताए परिणमंति, तं चेव जाव पओग-वीससा-परिणया वि य णं सामी! पोग्गला पण्णत्ता । ભાવાર્થ :- ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને બીજી, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું– અહો સુબુદ્ધિ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ છે ઇત્યાદિ.