________________
| અધ્ય—૧૨ઃ ઉદક,
[ ૨૯૧ ]
ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાના આ કથનનો આદર ન કર્યો અને સ્વીકાર ન કર્યો અર્થાત્ મનથી તટસ્થ અને વચનથી મૌન રહ્યા.
ત્યારે જિતશત્રુરાજાએ બે-ત્રણવાર આ જ પ્રમાણે કહ્યું કે– હે દેવાનુપ્રિય સુબુદ્ધિ ! આ આહાર મનોજ્ઞ છે યાવત્ સમસ્ત ઇન્દ્રિયો અને માત્રને માટે આલ્હાદજનક છે. | ७ तए णं सुबुद्धी अमच्चे जियसत्तुणा रण्णा दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे जियसत्तुं रायं एवं वयासी- णो खलु सामी ! अहं एयंसि मणुण्णंसि असण-पाण-खाइम साइमंसि केइ विम्हए।
एवं खलु सामी ! सुब्भिसदा वि पुग्गला दुब्भिसद्दत्ताए परिणमंति, दुब्भिसद्दा वि पोग्गला सुब्भिसद्दत्ताए परिणमंति । सुरूवा वि पोग्गला दुरूवत्ताए परिणमंति, दुरूवा वि पोग्गला सुरूवत्ताए परिणमंति । सुब्भिगंधा विपोग्गला दुब्भिगंधत्ताए परिणमंति, दुब्भिगंधा वि पोग्गला सुब्भिगंधत्ताए परिणमंति । सुरसा वि पोग्गला दुरसत्ताए परिणमंति, दुरसा वि पोग्गला सुरसत्ताए परिणमंति । सुहफासा वि पोग्गला दुहफासत्ताए परिणमंति, दुहफासा विपोग्गला सुहफासत्ताएपरिणमंति। पओगवीससा-परिणया वियणसामी!पोग्गला पण्णत्ता। ભાવાર્થ - જિતશત્રુ રાજાએ બે-ત્રણવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામી ! આ મનોજ્ઞ આહાર-પાણી આદિ વિષે મને જરાપણ આશ્ચર્ય થતું નથી.
હે સ્વામી ! શુભ શબ્દરૂપ પુગલો અશુભ શબ્દરૂપે પરિણમે છે અને અશુભ શબ્દરૂપ પુદ્ગલો શુભ શબ્દરૂપે પરિણમે છે. શુભ રૂપવાળા પુદ્ગલો અશુભ રૂપવાળા અને અશુભ રૂપવાળા પુદ્ગલો શુભ રૂપવાળા બની જાય છે. સુરભિ ગંધવાળા પુગલો દુરભિ ગંધરૂપે અને દુરભિ ગંધવાળા પુગલો સુરભિ ગંધરૂપે પરિણમે છે. સરસ પુગલો વિરસરૂપે અને વિરસ પુગલો સરસરૂપે પરિણમે છે. દુઃખદાયી સ્પર્શવાળા પુદ્ગલો સુખદાયી સ્પર્શરૂપે અને સુખદાયી સ્પર્શવાળા પુદ્ગલો દુઃખદાયી સ્પર્શરૂપે પરિણત થઈ જાય છે.
હે સ્વામિનુ ! પુદ્ગલોમાં જીવના પ્રયત્નરૂપ પ્રયોગથી અથવા સ્વાભાવિકરૂપે આવા પરિવર્તન થયા જ કરે છે.
८ तए णं से जियसत्तु राया सुबुद्धिस्स अमच्चस्स एवमाइक्खमाणस्स एयमटुं णो आढाइ, णो परियाणइ, तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ – તે સમયે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનના આ કથનનો આદર કર્યો નહીં, સ્વીકાર કર્યો નહીં અને તે ઉપેક્ષાભાવે મૌન રહ્યા. રાજા દ્વારા દુર્ગધી પાણીની નિંદા -
९ तएणं से जियसत्तुराया अण्णया कयाइ हाए जाव आसखंधवरगए महया भडचङ गरपहकरविंदपरिक्खित्ते आसवाहिणियाए णिज्जायमाणे तस्स फरिहोदगस्स अदूरसामंतेणं वीईवयइ।