________________
[ ૨૯૦]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
जावसत्थवाहपभिइहिं सद्धिं भोयणमंडवंसि भोयणवेलाए सुहासणवरगए विउलं असणं पाणं खाइमं साइमं जाव विहरइ । जिमियभुत्तुत्तराए जाव सुईभूए तंसि विउलंसि असण पाणखाइमसाइमंसि जाव जायविम्हए ते बहवे ईसर जाव सत्थवाह पभिईए एवं वयासी
अहो णं देवाणुप्पिया ! इमे मणुण्णे असणं पाणं खाइमं साइमं वण्णेणं उववेए जाव फासेणं उववेए अस्सायणिज्जे विस्सायणिज्जे पीणणिज्जे दीवणिज्जे दप्पणिज्जे मयणिज्जे बिहणिज्जे सव्विदियगायपल्हायणिज्जे । ભાવાર્થ :- એકવાર જિતશત્રુ રાજા સ્નાન કરી પાવત શરીરને અલંકૃત કરીને, અનેક રાજા, ઈશ્વર (ઐશ્વર્યશાળી વ્યક્તિ) યાવત સાર્થવાહ આદિની સાથે ભોજન મંડપમાં ભોજનના સમયે સુખદ આસને બેસીને, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, તે ચારે પ્રકારનું ભોજન આરોગી રહ્યા હતા યાવત્ જમ્યા પછી હાથ-મુખ ધોઈને, પરમ શુચિભૂત(સ્વચ્છ) થઈને બેઠક સ્થાનમાં બેસીને, વિપુલ અશન પાન આદિ સ્વાદિષ્ટ ભોજનના વિષયમાં આશ્ચર્ય પામેલા તે રાજા ઘણા ઈશ્વર યાવતુ સાર્થવાહ આદિને આ પ્રમાણે કહેવા લાગ્યા
અહો દેવાનુપ્રિયો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ભોજન ઉત્તમ વર્ણથી થાવત્ ઉત્તમ સ્પર્શથી યુક્ત છે અર્થાત્ તેના રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બધું જ શ્રેષ્ઠ છે. તે આસ્વાદન કરવા યોગ્ય છે, વિશેષરૂપથી આસ્વાદન કરવા યોગ્ય છે. તે ભોજન પુષ્ટિકારક, બલને દીપ્ત કરનારું, દર્પને ઉત્પન્ન કરનારું, મદજનક, બલવર્ધક તથા સમસ્ત ઇન્દ્રિયો અને શરીરવયવોને આહ્વાદ આપનારું છે. | ५ तए णं ते बहवे राईसर जाव सत्थवाहपभिइओ जियसत्तुं एवं वयासी- तहेव णं सामी ! जंणं तुब्भे वदह- अहोणं इमे मणुण्णे असणं पाणं खाइमं साइमं वण्णेणं उववेए जावपल्हायणिज्जे। ભાવાર્થ:- ત્યાર પછી ઘણા રાજા, ઈશ્વર યાવત સાર્થવાહ આદિ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે સ્વામિનું! આપ જે કહો છો, તે વાત બરાબર જ છે. અહો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ઉત્તમ વર્ણથી યુક્ત છે યાવત વિશિષ્ટ આલ્હાદજનક છે યાવત બધાએ રાજાના વિચાર અને કથનનું સમર્થન કર્યું.
६ तएणं जियसत्तु सुबुद्धिं अमच्चं एवं वयासी- अहोणं सुबुद्धी ! इमे मणुण्णे असणं पाणं खाइमं साइमं जावपल्हायणिज्जे।
तए णं सुबुद्धी अमच्चे जियसत्तुस्स रण्णो एयमटुं णो आढाइ णो परियाणाइ ।
तएणं जियसत्तु राया सुबुद्धिं दोच्चंपितच्चंपिएवं वयासी- अहो णं देवाणुप्पिया सुबुद्धी ! इमे मणुण्णे जावसव्विदियगाय पल्हायणिज्जे। ભાવાર્થ:- ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને કહ્યું– અહો સુબુદ્ધિ ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ઉત્તમ વર્ણાદિ યુક્ત યાવતુ સમસ્ત ઇન્દ્રિયો અને માત્રને માટે વિશિષ્ટ આફ્લાદ જનક છે.