________________
અધ્ય—૧૧ દાવદ્રવ
અર્થ- સામુદ્રિક પવનના સ્થાને અન્યતીર્થિકોના કટુક વચન જાણવા અને વૃક્ષોની પુષ્પાદિ સંપત્તિની સમાન મોક્ષમાર્ગની આરાધના સમજવી.રા
जह कुसुमाइ विणासो, सिवमग्ग-विराहणा तहा णेया । जह दी ववाउ-जोगे, बहु इड्डी ईसि य अणिड्डी ॥३॥
અર્થ– વૃક્ષની પુષ્પાદિ સમૃદ્ધિના અભાવના સ્થાને મોક્ષમાર્ગની વિરાધના જાણવી. જેમ દ્વીપ સંબંધી વાયુના સદ્ભાવમાં સમૃદ્ધિ વધુ અને અસમૃદ્ઘિ થોડી થાય છે.IIII
तह साहम्मिय वयणाण सहमाणाराहणा भवे बहुया । इयराणमसहणे पुण सिवमग्ग-विराहणा थोवा ॥४॥
૨૮૭
અર્થ— તેમ સાધર્મિકોના દુર્વચનોને સહન કરવાથી ઘણી આરાધના થાય છે, પરંતુ અન્યયૂથિકોના દુર્વચનોને સહન ન કરવાથી મોક્ષ માર્ગની કિંચિત્ વિરાધના થાય છે.૪
નહ નાદિ-વા-ખોને, થોવિઠ્ઠી બહુચરા ય મળી ય । तह परपक्खक्खमणे, आराहणमीसि बहु इयरं ॥ ५ ॥
અર્થ— જેમ સામુદ્રિક વાયુના સદ્ભાવમાં કિંચિત્ સમૃદ્ધિ અને ઘણી અસમૃદ્ધિ થાય છે, તેમ અન્યયૂથિકોના વચન સહવાથી થોડી આરાધના અને સ્વયૂથિકોના વચનો સહન ન કરવાથી ઘણી વિરાધના થાય છે.પા जह उभयवाङविरहे, सव्वा तरुसंपया विणट्ठत्ति । अणिमित्तोभय-मच्छर-रूवे विराहणा तह य ॥ ६ ॥
અર્થ– જેમ ધૈપિક અને સામુદ્રિક બંને પ્રકારના પવનના અભાવમાં સમસ્ત તરુ–સંપદા (પત્ર, પુષ્પ, ફલ આદિ)નો વિનાશ થઈ જાય છે, તેમ નિષ્કારણ સ્વયૂથિક અને અન્યયૂથિક બંને પ્રતિ મત્સરતા થવાથી બંનેના વચનો સહન ન કરવાથી સર્વ વિરાધના થાય છે.IIII
जह उभयवाउ-जोगे, सव्वसमिड्डी वणस्स संजाया । तह उभयवयण-सहणे, सिवमग्गाराहणा वृत्ता ॥७॥
અર્થ– જેમ દ્વીપ સંબંધી અને સમુદ્ર સંબંધી બંને પ્રકારના વાયુનો યોગ પ્રાપ્ત થતા વૃક્ષ સમૂહને સર્વ પ્રકારની પૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમ બંને પક્ષો (સ્વયૂથિકો અને અન્યયૂથિકો)ના દુર્વચનો સહન કરવાથી મોક્ષ માર્ગની પૂર્ણ આરાધના થાય છે.IIના
ता पुण्णसमणधम्माराहणचित्तो सया महासत्तो । सव्वेण वि कीरंतं, सहेज्ज सव्वं पि पडिकूलं ॥ ८ ॥
અર્થ— તેથી જેના ચિત્તમાં શ્રમણ ધર્મની આરાધના કરવાની પૂર્ણ અભિલાષા છે, તે કોઈપણ પ્રકારના મનુષ્યો દ્વારા કરવામાં આવતા પ્રતિકૂલ વ્યવહાર–વચન પ્રયોગો, ઉપસર્ગો આદિને સહન કરે છે.III
॥ અગિયારમું અધ્યયન સંપૂર્ણ ॥