________________
[ ૨૮૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
बहूणं गिहत्थाणं णो सम्मं सहइ, एस णं मए पुरिसे सव्वविराहए पण्णत्ते । ભાવાર્થ:- એ પ્રમાણે હે આયુષ્માન્ શ્રમણો! અમારા જે સાધુ અથવા સાધ્વી યાવત્ પ્રવ્રજિત થઈને ઘણા સાધુઓ-સાધ્વીઓ, ઘણા શ્રાવક-શ્રાવિકાઓ, ઘણા અન્ય તીર્થિકો અને ગૃહસ્થોના દુર્વચનોને સમ્યક પ્રકારથી સહન કરતા નથી તેવા સાધક પુરુષને મેં સર્વ વિરાધક કહ્યા છે. સર્વારાધક:१० समणाउसो ! जया णं दीविच्चगा वि सामुद्दगा वि ईसिं पुरेवाया पच्छावाया मंदावायं महावायं वायंति, तया णं सव्वे दावद्दवा रूक्खा पत्तिया जाव चिटुंति । ભાવાર્થ - જ્યારે દ્વીપ સંબંધી કે સમુદ્ર સંબંધી ઈષત્ પુરોવાત, પશ્ચાતુ(પથ્થ)વાત, મંદવાત, મહાવાત વાય છે, ત્યારે બધા દાવદ્રવ વૃક્ષો પત્રિત યાવત્ સુશોભિત રહે છે. ११ एवामेव समणाउसो ! जे अम्हं णिग्गंथो वा णिग्गंथी जाव पव्वइए समाणे बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं सम्मं सहइ- एस णं मए पुरिसे सव्वाराहए पण्णत्ते । एवं खलु गोयमा ! जीवा आराहगा वा विराहगा वा भवंति। ભાવાર્થ-એજ પ્રમાણે હે આયુષ્યમાનુશ્રમણો!અમારા જે સાધુઅથવા સાધ્વી, ઘણા શ્રમણો અને શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓ, ઘણા અન્યતીથિકોના અને ગૃહસ્થોના દુર્વચનોને સમ્યક પ્રકારથી સહન કરે છે તેવા સાધક પુરુષોને મેં સર્વારાધક કહ્યા છે. એ પ્રમાણે હે ગૌતમ! જીવ આરાધક અને વિરાધક હોય છે. १२ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं एक्कारसमस णायज्झयणस्स अयमढे પાણતા II ત્તિ વનિ ! ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અગિયારમા જ્ઞાત-અધ્યનનો આ અર્થ કહ્યો છે. જે રીતે મેં સાંભળ્યો છે તે જ રીતે કહ્યો છે. વિવેચન -
પ્રસ્તુત અધ્યયનમાં સાધુ-સાધ્વી આરાધક-વિરાધક કેવી રીતે બને છે, તેનું કથન છે. દાવદ્રવ વન અને તે વનમાં વાતા સામુદ્રિક અને દ્વીપીય વાયુના દષ્ટાંત દ્વારા આરાધકતા-વિરાધકતા સમજાવવામાં આવી છે. વૃત્તિકારે આઠ ગાથા દ્વારા દાવદ્રવાદિ રૂપકને સ્પષ્ટ કર્યું છે. તે આ પ્રમાણે છે–
जह दावद्दव-तरुवणमेवं साहू जहेव दीविच्चा ।
वाया तह समणा इय, सपक्ख-वयणाई दुसहाई ॥१॥ અર્થ– દાવદવ જાતિના વૃક્ષના વનના સ્થાને સાધુ, દ્વીપ સંબંધી વાયુના સ્થાને શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા રૂપ સ્વપક્ષના દુસહ વચન જાણવા જોઈએ.૧/l.
जह सामुद्दयवाया तहण्णतित्थाकडुयवयणाई । कुसुमाइसंपया जह, सिवमग्गाराहणा तह उ ॥२॥