________________
૨૮૮
શ્રી શાતાધર્મકથા સૂત્ર
બારમું અધ્યયન
અધ્યયન સાર છે.
રીતે
કરે
છે
.
.
.
આ અધ્યયનનું નામ ઉદકજ્ઞાત છે. ઉદક એટલે પાણી અને જ્ઞાત એટલે ઉદાહરણ. આ અધ્યયનમાં ગંદાપાણીના દષ્ટાંતથી પુદ્ગલ પરિણમનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, તેની પ્રધાનતાએ આ અધ્યયનનું નામ ઉદકજાત છે.
આ અધ્યયનમાં પુદ્ગલ પર્યાયની ક્ષણિકતા અને પરિવર્તનશીલતાનું દર્શન કરાવી તેમાં રાગ-દ્વેષના ભાવ ન કરવાનું સૂચન છે.
ચંપાનગરીમાં જિતશત્રુ રાજા અને સુબુદ્ધિપ્રધાન હતા. સુબુદ્ધિ પ્રધાન જિનમતના જાણકાર શ્રાવક હતા. એકદા જિતશત્રુ રાજાએ અન્ય અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ભોજન કર્યા પછી, તે સ્વાદિષ્ટ ભોજનની ખૂબ પ્રશંસા કરી, અન્ય લોકોએ રાજાની તે પ્રશંસામાં સાથ પુરાવ્યો. પુદ્ગલદ્રવ્યની પરિવર્તનશીલતાના જ્ઞાતા પ્રધાને ભોજન સામગ્રીની અંશમાત્ર પણ પ્રશંસા ન કરી. રાજાએ વારંવાર પ્રશંસા ન કરવાનું કારણ પૂછ્યું, ત્યારે પ્રધાને પુદ્ગલ દ્રવ્યની પરિવર્તનશીલતા સમજાવી પરંતુ રાજાને પ્રધાનનો આ વ્યવહાર અને તત્ત્વ નિરૂપણ ગમ્યા નહીં.
ત્યાર પછી એકદા જિતશત્રુ રાજા ચંપાનગરીની બહાર અશ્વક્રીડા માટે નીકળ્યા. માર્ગમાં એક અત્યંત મલિન પાણીની ખાઈ આવી. તેનું પાણી અત્યંત દુર્ગધમય હતું. તેની દુર્ગધથી રાજા અને તેમના અનુચરો ત્રસ્ત થઈ ગયા. નાકને ઢાંકીને શીઘ્રતાથી તે માર્ગ પસાર કર્યો. ત્યાર પછી તુરંત રાજાએ તે મલિન પાણી પ્રતિ પોતાના ષયુક્ત મનોભાવ પ્રગટ કર્યા તે સમયે પણ સુબુદ્ધિ પ્રધાન તટસ્થ રહ્યા.
રાજાએ વારંવાર ખાઈના તે પાણીના સંબંધમાં પૂછ્યું ત્યારે સુબુદ્ધિ પ્રધાને પુદ્ગલ પર્યાયની પરિવર્તનશીલતા સમજાવી પરંતુ રાજાને તે કથન પર શ્રદ્ધા થઈનહીં. તે ઉપરાંત સુબુદ્ધિપ્રધાનને દુરાગ્રહવાદી કહીને તેમ ન કરવાનું સૂચન કર્યું.
પ્રધાને રાજાને સત્ય સમજાવવા માટે ખાઈના તે જ ગંદા પાણી પર વિવિધ પ્રયોગો કરી, અનેકવિધ દ્રવ્યો નાખીને પાણીને અત્યંત નિર્મળ બનાવી સુગંધિત દ્રવ્યો નાંખીને તે પાણીને સુગંધિત બનાવ્યું. ત્યાર પછી તે જ પાણી રાજાના ભોજન સમયે પીવા માટે મોકલાવ્યું. રાજા તે પાણીથી પ્રસન્ન થયા. ભોજન કર્યા પછી કર્મચારીને પૂછતાં તેમણે જણાવ્યું કે આ પાણી પ્રધાને મોકલ્યું છે. ત્યારે રાજાએ પ્રધાનને બોલાવીને પૂછ્યું કે આ પાણી ક્યાંથી લાવ્યા છો? પ્રધાને સત્ય હકીકત કહી પરંતુ રાજાને વિશ્વાસ થયો નહીં તેથી તેમણે પોતાના સેવક પુરુષો દ્વારા જલશુદ્ધિના પ્રયોગો કરાવ્યા. અશુદ્ધ પાણી જ પરિવર્તન પામી શુદ્ધ થાય છે, તેમ રાજાએ પ્રત્યક્ષ નિહાળ્યું. ત્યારે તેમને સુબુદ્ધિના તેમજ જિનેશ્વરના વચનોમાં શ્રદ્ધા થઈ.
ત્યાર પછી સુબુદ્ધિના સમાગમે રાજાએ શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. કાલાંતરે સ્થવિર મુનિના સમાગમે રાજા અને પ્રધાન બંને સંયમ સ્વીકારી, કર્મક્ષય કરી સિદ્ધ ગતિને પામ્યા.