________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
५ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं दसमस्स णायज्झयणस्य अयमट्ठे પળત્તે । ત્તિ નેમિ ॥
૨૮૨
ભાવાર્થ:- એ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દસમા જ્ઞાત—અધ્યયનનો આ અર્થ કહ્યો છે. મેં જેમ સાંભળ્યું તેમ જ હું તને કહું છું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ગૌતમ સ્વામીએ જીવોની હાનિ-વૃદ્ધિ સંબંધી પ્રશ્નો પૂછ્યો છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો આશય જીવના ગુણોની હાનિ-વૃદ્ધિ સંબંધી છે, તેમ સમજવું. કારણ કે જીવો શાશ્વત છે, તેની સંખ્યામાં વધ-ઘટ કયારે ય થતી નથી. એક જીવના પ્રદેશો અસંખ્યાત છે, તે અસંખ્યાત આત્મ પ્રદેશોમાં પણ ક્યારે ય વધ-ઘટ થતી નથી, તેમજ પ્રભુએ ઉત્તર પણ ક્ષમા, સરળતા, નમ્રતા વગેરે ગુણોની હાનિ વૃદ્ધિથી આપ્યો છે. માટે આ પ્રશ્ન ગુણોની હાનિ-વૃદ્ધિ સંબંધિત છે. વૃત્તિકારે ચંદ્રના રૂપકને ઘટાવતાં ચાર ગાથા વૃત્તિમાં આપી છે. તે આ પ્રમાણે છે—
जह चंदो तह साहू, राहुवरोहो जहा तह पमाओ । वण्णाई गुणगणो जह, तहा खमाई समणधम्मा ॥१॥
અર્થ– ચંદ્રની સમાન સાધુ અને રાહુ ગ્રહણની સમાન પ્રમાદ જાણવો જોઈએ. ચંદ્રના વર્ણ, કાન્તિ આદિ ગુણોની સમાન ક્ષમા આદિ દસ શ્રમણ ધર્મો જાણવા.॥૧॥
पुणो वि पइदिणं जह, हायंतो सव्वहा ससी णस्से । तह पुण्णचरित्तो वि हु, कुसीलसंसग्गिमाईहिं ॥२॥ जणिय-पमाओ 'साहू, हायंतो पइदिणं खमाईहिं । जायइ णटुचरित्तो, तत्तो दुखाइं पावेइ ॥३॥
અર્થ— પૂનમનો પરિપૂર્ણ ચંદ્ર પ્રતિદિન ક્ષય પામતા અમાવાસ્યાની રાત્રિમાં સર્વથા લુપ્ત થઈ જાય છે, તેમ પૂર્ણ ચારિત્રવાન સાધુ પણ કુશીલોના સંસર્ગ આદિ કારણોથી પ્રમાદયુક્ત થઈને પ્રતિદિન ક્ષમા આદિ ગુણોથી હીન થતા-થતા અંતે ચારિત્રહીન બની જાય છે અને તેનાથી તે દુઃખોને પ્રાપ્ત થાય છે.IIર–II
हीणगुणो वि हु होउं, सुहगुरुजोगाइ - जणियसंवेगो । पुण्णसरूवो जायइ, विवड्ढमाणो ससहरो व्व ॥४॥
અર્થ– કોઈ સાધુ ભલે હીન ગુણવાળો હોય પરંતુ સદ્ગુરુના સંસર્ગથી તેનામાં સંવેગ ઉત્પન્ન થઈ જાય તો તે ચંદ્રની સમાન ક્રમશઃ વૃદ્ધિ પામીને પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે.૪
॥ દશમું અધ્યયન સમાપ્ત ॥