________________
અધ્ય–૧૦: ચંદ્રમા
_
૨૮૧ ]
શુક્લતારૂપ વર્ણથી હીન હોય છે, નેત્રાલ્હાદકતા રૂપ સૌમ્યતાથી હીન હોય છે, સ્નેહોત્પાદકતા રૂપ સ્નિગ્ધતાથી હીન હોય છે, કમનીયતારૂપ કાંતિથી હીન હોય છે, તે જ રીતે પ્રકાશરૂપ દીપ્તિ, ચળકાટરૂપ ધૃતિ, શોભારૂપ છાયા, જ્યોતિરૂપ પ્રભા, દાહશમનરૂપ ઓજસ, કિરણરૂપ લેશ્યા અને ગોળાકાર એવા પરિમંડળથી હીન હોય છે. ત્યાર પછી કૃષ્ણપક્ષની બીજનો ચંદ્ર પ્રતિપદા(એકમ)ના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી હીન હોય છે યાવત મંડલથી હીન હોય છે.
ત્યાર પછી ત્રીજનો ચંદ્ર બીજના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી હીન હોય છે યાવત મંડલથી હીન હોય છે. તે જ પ્રમાણે ક્રમથી ક્ષીણ થતાં-થતાં યાવતુ અમાસનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણ આદિથી સર્વથા નષ્ટ થાય છે યાવત્ મંડલથી નષ્ટ થાય છે અર્થાત્ તેમાં વર્ણ આદિનો અભાવ થઈ જાય છે.
તેવી જ રીતે હે આયુષ્યમાનુ શ્રમણો! અમારા જે સાધુ અથવા સાધ્વી પ્રવ્રજિત થઈને ક્ષમા, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, સત્ય, તપ, ત્યાગ, અકિંચન અને બ્રહ્મચર્યથી(દસ યતિ ધર્મથી) હીન બનતા જાય છે. ત્યાર પછી આ જ ક્રમથી (કુગુરુ, શિથિલાચારી વગેરેના સંપર્કથી, પ્રમાદના સેવનથી તેમજ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી) ક્ષમા યાવતું બ્રહ્મચર્યથી હીન-હીનતર થતાં જાય તો તેના ક્ષમા યાવત્ બ્રહ્મચર્ય આદિ સંયમ ગુણો નષ્ટ થઈ જાય છે.
४ जहा से सुक्कपक्खस्स पाडिवया-चंदे अमावासा-चंदं पणिहाय अहिए वण्णेणं जाव अहिए मंडलेणं । तयाणंतरं च णं बिइया-चंदे पडिवया-चंदं पणिहाय अहियतराए वण्णेणं जाव अहियतराए मंडलेणं । एवं खलु एएणं कमेणं परिवड्डेमाणे-परिवड्डेमाणे जाव पुण्णिमा-चंदे चाउद्दसिं चंदं पणिहाय पडिपुण्णे वण्णेणं जावपडिपुण्णे मंडलेण ।
एवामेव समणाउसो ! जो अम्हं णिगंथो वाणिगंथी वा जाव पव्वइए समाणे अहिए खंतीए जावअहिए बंभचेरवासेणं। तयाणंतरं चणं अहियतराए खंतीए जाव अहियतराए बंभचेरवासेणं । एवं खलु एएणं कमेणं परिवड्डेमाणे-परिवड्डेमाणे पडिपुण्णे खंतीए जाव पडिपुण्णे बंभचेरवासेणं । एवं खलु गोयमा ! जीवा वटुंति वा हायंति वा । ભાવાર્થ-જેમ શક્લ પક્ષના એકમનો ચંદ્ર અમાસના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી યાવત મંડલથી (આકતિથી) અધિક હોય છે, વૃદ્ધિ પામે છે.
ત્યાર પછી બીજનો ચંદ્ર પ્રતિપદાના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી થાવત મંડલથી અધિકતર હોય છે અને આ જ ક્રમથી વૃદ્ધિગત થતા પૂર્ણિમાનો ચંદ્ર ચૌદશના ચંદ્રની અપેક્ષાએ વર્ણથી પરિપૂર્ણ બની જાય છે થાવત્ પરિપૂર્ણ મંડળવાળો બની જાય છે.
તે જ પ્રમાણે તે આયુષ્માન શ્રમણો! અમારા જે સાધુ અથવા સાધ્વી થાવ દીક્ષિત થઈને ક્ષમા થાવત્ બ્રહ્મચર્ય ગુણોમાં વૃદ્ધિગત થતા જાય તો ક્રમે-ક્રમે વૃદ્ધિ પામતા તેઓના ક્ષમા યાવત્ બ્રહ્મચર્ય આદિ ગુણો પરિપૂર્ણ થઈ જાય છે.
આ પ્રમાણે જીવ વૃદ્ધિને અને હાનિને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે સદ્ગુરુની ઉપાસના કરી નિરંતર પ્રમાદહીન રહેવાથી તથા ચારિત્રાવરણ કર્મના વિશિષ્ટ ક્ષયોપશમથી ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિ થાય છે અને ક્રમશઃ વૃદ્ધિ થતાં-થતાં અંતે તે ગુણ પૂર્ણતાને પ્રાપ્ત થાય છે.