________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
કિત ભોક્તા ભાવ તૂટી પડે, તેવા જ્ઞાતા દષ્ટાભાવ કેળવીએ, ધર્મકથા દ્વારા વ્યથા નષ્ટ કરીન, સ્વભાવમાં વળી જઈએ, વિભાવેથી સ્થંભાવી પરિણતિને, ભાવ "પ્રાણ" બનાવી દઈએ
સંજમેણં તવસા અપાણે ભાવ વિચરતા મોક્ષ મેળવી. પ્રિય પાઠક ગણ !
તીર્થકરોના સર્વાંગમાંથી વહેલી, અર્થરૂપે પરિણમન પામેલી, ગણધર ભગવંતે સુત્તાગમથી રચેલી, ભવ્યજીવોના હૃદય મંદિરની સાહેલી બનેલી, જિનાગમ દ્વાદશાંગીનું સ્વરૂપ પામેલી વાણી, સ્થવિર ભગવંતો, મુનિ પુંગવોએ, પંચમ આરાના દીન દુઃખી જીવોના દુઃખને હરવા, સત્ય-તથ્ય યથાતથ્ય સ્વરૂપમાં સ્થિર કરવા પ્રવચનરૂપે, બોધરૂપે, ગ્રંથરૂપે આપીને જીવોનો ઉદ્ધાર કર્યો. તેના જ પગલે-પગલે ચાલવા આપણું ગુરુ પ્રાણ ફાઉન્ડેશન પંચ પરમેષ્ઠીના પરમ પ્રસાદથી, ગુરુદેવો-ગુણીદેવાની કૃપા બળે ધીરે-ધીરે આગળ વધીને ગુપ્રાણ આગમ બત્રીસીનું કથા પ્રધાન શ્રી જ્ઞાતાસૂત્રના મૂળપાઠ સહિત ગુજરાતી અનુવાદરૂપે બહાર પાડી રહ્યું છે. તેમાં ધરખમ પ્રયત્ન અનુવાદિકા સાધ્વી રત્નાનો છે. અણમોલ સહયોગ સહસંપાદિકાઓનો છે અને અથાગ પુરુષાર્થ સંસારના જીવો ત્રિકાળ શાશ્વત ધર્મ પામે, તેમને જ્ઞાનની આંખો મળે તેવી ભાવના સભર હદયી, નિઃસ્વાર્થી, નિષ્કામી પરમ ઉપકારી ત્રિલોકમુનિ ભગવંતનો છે. આ રીતે સહિયારા પુરુષાર્થે જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર આપશ્રીની સન્મુખ આવી રહ્યું છે. તો આ આગમને વધાવી, તેના માધ્યમે જ્ઞાનચક્ષુ ખોલી; માનવ મંદિરમાં બિરાજમાન ચેતનરાજદેવની તરફ વૃત્તિ પુનઃ વાળી, સ્થિતાત્મા બની જાઓ તેવી મંગલ કામના.
- જ્ઞાતાસૂત્ર દ્વાદશાંગસૂત્રનું છઠ્ઠું અંગ આગમ છે. શરીરના આઠ અંગમાં છઠું અંગ કરોડરજ્જુવાળી પીઠનું છે. પીઠના દરેક મણકાઓથી આખા શરીરનું સંચાલન થાય છે, જેને મેરુદંડ કહેવાય છે. મેરુદંડના મણકા જાણે કે મૂલાધારાદિ બધાજ કેન્દ્રના બુચ ન હોય, તેવા છે. દરેક વ્યાયામમાં ટટ્ટાર બેસવામાં આવે અને તે કેન્દ્ર ઉપર ધ્યાન દેવાય ત્યારે તે કેન્દ્ર ખુલે છે અને શરીરમાં સપ્ત ધાતુરૂપ રસાયણ ઝરતું થઈ જાય છે.
28