________________
તેથી શરીર અડોલ આસનવાળું બને છે અને પછી મન સ્થિર થઈને સ્વરૂપને
ઓળખવા માટે લયલીન બને છે; કર્મ પ્રકૃતિના ઉદયને ખપાવી, ક્ષયોપશમાદિ ભાવથી, મિથ્યાત્વ મોહનીય અને આવર્તનવાળીને પડેલી અનંતાનુબંધી કષાયરૂપી સર્પિણીનું વિદારણ થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તે ગ્રંથી ભેદ થયા પછી આત્મિક શક્તિ ઉસ્થિત થાય ત્યાર પછી જ તેની સિદ્ધ થવાની શુદ્ધ પરિણતિનો પ્રારંભ થાય છે.
સંવેગ અને નિર્વેદ ઉત્પન કરે તેવી અનેક વાતો આ અંગમાં ભરી છે. આ છઠ્ઠા અંગને આપણે પીઠ કહીશું તો પણ ખોટું નથી. બાર અંગ સૂત્રોમાં મધ્ય સ્થાન શ્રી જ્ઞાતાજીનું છે. તે જ્ઞાતાસૂત્રના બે શ્રુત સ્કંધ જાણે કે પીઠના બે વિભાગ ન હોય, તેવા જણાય છે. પ્રસ્તુત સૂત્ર ચારિત્રરૂપ મેરુદંડને વચ્ચે રાખી બે શ્રુતસ્કંધમાં વિભાજિત થઈને ઓગણત્રીસ રસકપ્પિકાનું જ્ઞાન કરાવે છે. પ્રથમ ૧૯ રસકપ્પિકામાં સાધકને સાધનાના માર્ગની જાણ કરાવવા દષ્ટાંત આપ્યા છે અને બીજા વિભાગના ૧૦ વર્ગમાં ૨૦૬ અધ્યયનના પાસાવાળી રસકપ્પિકા છે તેમાં સાક્ષાત્ કથાઓ છે. તે ધર્મકથાના રસમાં રહેલું રસાયણ અલગ-અલગ પ્રકારનું છે.
પૂર્ણ જ્ઞાતાસૂત્રનું રસાયણ નવરસથી ભરપૂર, અલંકારોથી સુશોભિત, શબ્દોનું સૌંદર્ય, એક-એક પદનું લાલિત્ય-સુવર્ણાક્ષરથી ભૂષિત, સાહિત્યથી ભરપૂર, કાદમ્બરી મહાકાવ્ય કે દસકુમાર ચરિત્રને પણ ઝાંખા પાડે તેવા સમાસ સહિત, સુમધુર ગધાંશથી તેમજ પદ્યાંશથી લિપિબદ્ધ છે, તે પંડિતો માટે આનંદના ખજાનારૂપ, અજ્ઞાની માટે વાર્તારૂપ,વિદુષીઓ માટે રહસ્યમય, જ્ઞાનીઓ માટે ગૂઢાર્થ તથા સંદર્ભથી ભરેલ, મર્મજ્ઞ, મંત્ર૩૫. સંસારીઓ માટે શિષ્ટાચારી૩૫ અને સર્વ વ્યક્તિઓ માટે મંગલ૩૫ ઇચ્છાનુસાર કામકુંભ સમુ અને સાહિત્યકારો માટે અનેક વચનોની સામગ્રીરૂપ છે. - પ્રિય પાઠકો ! તો આપણે આ આગમને ખોલીએ, જ્ઞાતા જેનું નામ છે, તેનાથી જ્ઞાત થઈએ. પ્રથમ રસકુપ્પિકાનું નામ છે ઉસ્લિપ્ત. તેના ત્રણ અર્થ છે– (૧) પ્રથમ અર્થ છે– ઊંચે ઊઠીને ફેંકાયેલું, (૨) બીજો અર્થ છે- ઊંચે ઊઠેલું પાછું સ્થપાયેલું, (૩) ત્રીજો અર્થ છે– ઊંચે ઊઠીને કર્મરૂપ કચરાને ફેંકી દઈને શુદ્ધ થયેલું. આ ત્રણેય અર્થ અનુક્રમે સિદ્ધ થાય છે. રાજગૃહ નગરના શ્રેણિક મહારાજા અને તેમનો મહાબુદ્ધિ નિધાન પુત્ર અને મંત્રી એવો અભયકુમાર, તે બંને પ્રભુ મહાવીરના અનન્ય ભક્ત હતા. તેમણે બુદ્ધિ કૌશલ્યથી દરેકને મિત્ર બનાવ્યા હતા અને મિત્ર બનેલી વ્યક્તિ જો દેવ થાય તો તેને જ્યારે બોલાવે ત્યારે હાજર થાય છે. આવી ગાઢ મિત્રતા રાખવી જોઈએ;
29