________________
ઉપદેશ આપી જાય છે.
- જિજ્ઞાસુઓએ ધર્મકથાનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ અને અતિ ઉત્તમત્યાગથી ચમકતા મેઘમુનિના ત્યાગના, ઉત્તમ ચરિત્રના દર્શન કરવા જોઈએ. જેનું નિરૂપણ જ્ઞાતાધર્મકથાંગના પ્રથમ અધ્યયનમાં છે. ઉપસંહાર– આ કથા તત્ત્વનું લક્ષ સમાપ્ત કરતાં પહેલાં જે કાંઈ વિચારો પ્રગટ થાય છે તે ભક્તિપૂર્વકના ચિંતનના આધારે છે છતાં ઓછું અધિક કે વિપરીત કશું લખાયું હોય તો ક્ષમ્ય છે.
અહીં આ અવસરે ત્રિલોક ઋષિજી તથા આપણા ગોંડલગચ્છના ચમકતા સિતારા જેવા–જ્ઞાન સરિતામાં સ્નાન કરતા સતીજી–મહાસતીજી સૌએ અમને પ્રેરિત કરીને જે કાંઈ શાસ્ત્ર ચિંતનની પ્રેરણા આપી છે તેથી હૃદય ભાવવિભોર બની રહે છે. અહીં બિરાજમાન દર્શનાબાઈ મ. સમય પર મારી વિચારધારાનું આલેખન કરી, સરસ રીતે પ્રેસ કોપી તૈયાર કરી સહાયક બને છે તે અભિનંદનીય છે.
આપ સૌનો જ્ઞાનયોગ અને શાસ્ત્ર પ્રકાશનનું અભિયાન સળંગ ચાલતું રહે તેવી વીર પરમાત્માના ચરણોમાં પ્રાર્થના છે. પુનઃ આવું વિવેચ્ય તત્ત્વ તૈયાર કરી શકે એ જ અભ્યર્થના સાથે... આનંદ મંગલમુ.
જયંતિ મુનિ પેટરબાર