________________
અધ્ય–૧૦: અધ્યયન સાર ,
[ ૨૭૯ ]
દસમું અધ્યયના
અધ્યયન સાર R
=
=
=
=
= ૯
ક ક ક ક ક ક હક
પ્રસ્તુત અધ્યયનનું નામ ચંદ્ર છે. તેમાં ચંદ્રની હાનિવૃદ્ધિ પામતી કલાઓના આધારે શ્રમણોને પ્રગતિશીલ થવાની પ્રેરણા આપી છે.
અધ્યયનના પ્રારંભમાં ગૌતમ સ્વામીએ જીવની એટલે જીવના ગુણોની હાનિ-વૃદ્ધિ કેમ થાય છે? તેવો પ્રશ્ન પૂછ્યો છે. તેના ઉત્તરમાં પ્રભુએ જીવના ગુણ વિકાસ અને ગુણ હાસને ચંદ્રના દષ્ટાંતથી સમજાવ્યું છે.
કૃષ્ણપક્ષમાં ચંદ્ર દિવસે-દિવસે ક્ષીણ થતાં થતાં અમાવસ્યાના દિવસે લુપ્ત સંપૂર્ણતયા થઈ જાય છે અને શુક્લપક્ષમાં ચંદ્ર દિવસે-દિવસે વૃદ્ધિ પામતાં પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણતાને પામે છે. તેમ સાધુ-સાધ્વી સંયમ અંગીકાર કરી જો પ્રમાદને વશ બની યતિધર્મનું પાલન ન કરે, તો તે ક્ષયપામતા ચંદ્રની જેમ ચારિત્રથી હીન બનતા જાય છે અને જો તેઓ અપ્રમત્તભાવે નિરંતર ગુણ વિકાસ કરી યતિધર્મનું પાલન કરે તો પૂર્ણિમાના ચંદ્ર સમાન બની જાય છે.
શુકલપક્ષના બીજનો ચન્દ્ર પણ ચન્દ્ર જ છે અને પૂર્ણિમાનો ચંદ્ર પણ ચન્દ્ર છે. બીજના ચંદ્રનો જ વિકાસ થતાં તે પરિપૂર્ણ બને છે. તેમ શ્રમણ-શ્રમણીઓ સંયમ અંગીકાર કરે ત્યારે શુકલપક્ષની બીજના ચંદ્રની સમાન સામાયિક ચારિત્રવાન બને છે, ત્યાર પછી તપ-સંયમમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ કરતાં પરિપૂર્ણ યથાખ્યાત ચારિત્રવાન બની જાય છે અને પરિપૂર્ણ કેવળજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરી સર્વજ્ઞાની અને સવદર્શી બની જાય છે. માટે સંયમશીલ નિગ્રંથ-નિગ્રંથીઓએ આત્મકલ્યાણાર્થે હંમેશાં સંયમ ગુણોમાં અપ્રમત્તભાવે વિકાસશીલ રહેવું જોઈએ.
જેમ પૂર્ણિમાનો ચંદ્ર કૃષ્ણ પક્ષમાં ક્રમશઃ અલ્પ અલ્પતમ થતો જાય છે અને અંતે અમાવસ્યાના દિવસે પૂર્ણ વિલુપ્ત થઈ જાય છે.(ઢંકાઈ જાય છે.) તેમ નિગ્રંથ-નિગ્રંથીઓ જો પ્રમાદવશ ઇન્દ્રિય વિષયોને આધીન થઈને કે ક્રોધાદિ કષાયોને વશીભૂત બની જાય અને નિરંતર સંયમ ગુણોમાં દોષ સેવન કે પ્રમાદ વૃદ્ધિ કરતા રહે, તો તે કૃષ્ણપક્ષના ચન્દ્રની જેમ હીન, હીનતર, હીનતમ થતા જાય છે અને એક દિવસ અમાસના ચંદ્રની જેમ નિસ્તેજ બની જાય છે.
કોઈ સાધુ શુકલપક્ષની બીજના ચંદ્ર જેવા હોય, કોઈ સાધુ અષ્ટમીના ચંદ્ર જેવા હોય અને કોઈ સાધુ પૂનમના ચંદ્ર જેવા હોય છે; ગુણ વિકાસક્ષેત્રે સહુની પ્રગતિ ભિન્ન-ભિન્ન હોય છે. બીજનો ચંદ્ર જ એક દિવસ પરિપૂર્ણ ચંદ્ર બને છે; માટે બીજના ચંદ્ર જેવા સાધુ પણ વિકાસનું લક્ષ્ય રાખતા હોય, તો તે નિંદનીય નથી. શ્રમણ નિગ્રંથોએ સંયમગુણોમાં હીન, હીનતર અને હીનતમ થવું યોગ્ય નથી, કારણ કે તેમ કરતાં તેઓ એક દિવસ સંયમ શૂન્ય બની જાય છે.