________________
| ૨૭૮]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અર્થ– જેમ તે પુરુષે તેઓને કહ્યું કે આ રત્નદેવી જ ઘોર દુઃખોનું કારણ છે અને તેથી નિતાર પામવાનો ઉપાય શૈલક યક્ષની સિવાય બીજો નથી.il
तह धम्मकही भव्वाणं, साहए दिट्ठ-अविरइ-सहावो ।
सयलदुहहेउभूआ, विसया विरयंति जीवाणं ॥४॥ અર્થ-તેમ અવિરતિના સ્વભાવને જાણનારા ધર્મોપદેશકો ભવ્ય જીવોને કહે છે– ઇન્દ્રિયોના વિષયો સમસ્ત દુઃખોનું કારણ છે, એમ કહી વાસ્તવિકતાનું દર્શન કરાવી તેનાથી તે જીવોને વિરત કરે છે.ll
सत्ताणं दुहत्ताणं, सरणं चरणं जिणिंदपण्णत्तं ।
आणन्दरूव-णिव्वाण-साहणं तह य देसेइ ॥५॥ અર્થ– દુઃખોથી પીડિત પ્રાણીઓ માટે જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત ચારિત્ર ધર્મ જ શરણરૂપ છે, તે જ આનંદ સ્વરૂપ એવા નિવાર્ણનું સાધન છે./પો.
जह तेसिं तरियव्वो, रूदसमुद्दो तहेव संसारो ।
जह तसि सगिहगमण,णिव्वाणगमो तहा एत्थ ॥६॥ અર્થ જેવી રીતે તે વણિકોને વિસ્તૃત સાગર તરવાનો હતો, તેવી રીતે ભવ્ય જીવોને વિશાળ સંસાર સાગર તરવાનો છે. જેમ તેઓને(વણિકોને) પોતાના ઘેર પહોંચવાનું હતું. તેવી રીતે સાધકોને મોક્ષમાં પહોંચવાનું છે.azal.
जह सेलगपिट्टओ, भट्ठो देवीइ मोहियमईओ ।
सावय-सहस्स-पउरंमि, सायरे पाविओ णिहणं ॥७॥ અર્થ- દેવી દ્વારા મોહિત મતિવાળો જિનરક્ષિત શૈલક યક્ષની પીઠ પરથી ભ્રષ્ટ થઈને, હજારો હિંસક જંતુઓથી વ્યાપ્ત સાગરમાં નિધનને-મૃત્યુને પ્રાપ્ત થયો.
तह अविरईई णडिओ, चरणचुओ दुक्खसावयाइण्णो ।
णिवडइ अपार-संसार-सायरे दारुणसरूवे ॥८॥ અર્થ– તે પ્રમાણે જે જીવ અવિરતિથી બાધિત થઈને, ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે, તે દુઃખરૂપી હિંસક જંતુઓથી વ્યાપ્ત, ભયંકર સ્વરૂપવાળા અપાર સંસાર સાગરમાં પડે છે.Iટા.
जह देवीए अक्खोहो, पत्तो सट्ठाणं जीवियसुहाई।
तह चरणट्ठिओ साहू, अक्खोहो जाइ णिव्वाणं ॥९॥ અર્થ– જેમ દેવીના પ્રલોભન–મોહ જનક વચનોથી ક્ષુબ્ધ–મોહિત નહીં થનારા જિનપાલિતે પોતાના
સ્થાને પહોંચીને જીવનસંબંધી સુખોને મેળવ્યા, તેમ ચારિત્રમાં સ્થિત, વિષયોથી ક્ષુબ્ધ ન થનારા સાધુ નિર્વાણ પ્રાપ્ત કરે છે.પાલા.
તે નવમું અધ્યયન સંપૂર્ણ