________________
અધ્ય–૯: માર્કદીય
૨૭૭]
५१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जावजेणेव चंपा णयरी, पुण्णभद्दे चेइए, तेणेव समोसढे । परिसा णिग्गया । कूणिओ वि राया णिग्गओ । जिणपालिए धम्म सोच्चा पव्वइए । एक्कारसअंगविऊ । मासियाए भत्तेणं जाव सोहम्मे कप्पे देवत्ताए उववण्णे, दो सागरोवमाई ठिई । महाविदेहे सिज्झिहिइ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, ચંપા નગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ભગવાનને વંદના કરવા માટે પરિષદ નીકળી. કોણિક રાજા પણ નીકળ્યા. જિનપાલિતે ધર્મોપદેશ શ્રવણ કરીને દીક્ષા અંગીકાર કરી, ક્રમશઃ અગિયાર અંગોના જ્ઞાતા થઈને, અંતમાં એક માસનું અનશન કરીને થાવત સૌધર્મ કલ્પમાં બે સાગરોપમની સ્થિતિવાળા દેવના રૂપમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને યાવતુ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ५२ एवामेव समणाउसो ! जाव माणुस्सए कामभोगे णो पुणरवि आसाइ, सेणं जाव वीइवइस्सइ, जहा वा से जिणपालिए। ભાવાર્થ:- એ પ્રમાણે હે આયુષ્યમાનુ શ્રમણો ! જે સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની પાસે દીક્ષિત થઈને, મનુષ્ય સંબંધી કામભોગોની પુનઃ અભિલાષા નથી કરતા, તે જિનપાલિતની જેમ યાવતું સંસાર સમુદ્રને પાર કરે છે. ५३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं णवमस्स णायज्झयणस्स अयमढे પણને I II રિ વેરિ II ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબુ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમા જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જેમ મેં સાંભળ્યું છે, તે પ્રમાણે જ તમને કહ્યું છે. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને કહ્યું. વિવેચન : -
આ અધ્યયનમાં જિનપાલિત-જિનરક્ષિતની જીવન ઘટનાના આધારે ચતુર્વિધ સંઘને કામભોગથી નિવૃત્ત થવાનો બોધ આપવામાં આવ્યો છે. વૃત્તિકારે નવ ગાથા દ્વારા ઉપમા-રૂપકને ઘટાવ્યા છે. તે આ પ્રમાણે છે
जह रयणदीवदेवी, तह एत्थं अविरई महापावा ।
जह लाहत्थी वणिया, तह सुहकामा इहं जीवा ॥१॥ અર્થ– રત્નદ્વીપની દેવીના સ્થાને મહા પાપમય અવિરતિ અને લાભના અભિલાષી વણિકોના સ્થાને સુખની કામના કરનારા જીવો સમજવા જોઈએ.ll૧ll
जह तेहिं भीएहि, दिट्ठो आघायमंडले पुरिसो ।
संसारदुक्खभीया, पासंति तहेव धम्मकहं ॥२॥ અર્થ– જેમ તેઓએ (જિનરક્ષિત અને જિનપાલિત વણિકોએ) આઘાત મંડળ(વધસ્થાન)માં એક પુરુષને જોયો. તેમ સંસારના દુઃખોથી ભયભીત લોકો ધર્મના ઉપદેશકને જુએ છે.શારો
जह तेण तेसि कहिया, देवी दुक्खाण कारणं घोरं । तत्तो च्चिय णित्थारो, सेलगजक्खाओ णण्णत्तो ॥३॥