________________
| ૨૭૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
त्ति कटु जिणपालियं आपुच्छइ, आपुच्छित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए । ભાવાર્થ:- ત્યાર પછી તે શૈલક યક્ષ, જિનપાલિતને સાથે લઈને, લવણ સમુદ્રની મધ્યમાં થઈને ચાલતો રહ્યો અને ચંપાનગરી સમીપે આવીને, ચંપાનગરી બહાર શ્રેષ્ઠ ઉદ્યાનમાં જિનપાલિતને પોતાની પીઠ પરથી નીચે ઉતાર્યો અને તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જુઓ, આ ચંપાનગરી દેખાય છે. તેમ કહીને તેણે જિનપાલિત પાસેથી વિદાય લીધી, વિદાય લઈને જ્યાંથી આવ્યો હતો, ત્યાં પાછો ફર્યો.
४८ तएणंजिणपालिए चंपअणुपविसइ, अणुपविसित्ता जेणेवसएगिहे,जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता अम्मापिऊणंरोयमाणे जावविलवमाणे जिणरक्खियवावत्तिं શિવે .
तए णं जिणपालिए अम्मापियरो मित्तणाइ जाव परियणेणं सद्धिं रोयमाणा बहूई लोइयाई मयकिच्चाई करेंति, करित्ता कालेणं विगयसोया जाया । ભાવાર્થ-ત્યાર પછી જિનપાલિતે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો અને પોતાને ઘેર માતા-પિતા પાસે પહોંચ્યો, પહોંચીને તેણે રોતા-જોતા અને વિલાપ કરતા-કરતા જિનરક્ષિતના મૃત્યુના સમાચાર સંભળાવ્યા.
ત્યાર પછી જિનપાલિતે અને તેના માતા-પિતાએ, મિત્રો, જ્ઞાતિજનો, સ્વજન વાવત પરિવારની સાથે રોતા-રોતા જિનરક્ષિત સંબંધી મરણોત્તર ક્રિયા કરી, ઉત્તરક્રિયા કરીને થોડા સમય પછી શોક રહિત થયા. ४९ तएणं जिणपालियं अण्णया कयाइ सुहासणवरगयं अम्मापियरो एवं वयासी-कहं णं पुत्ता !जिणरक्खिए कालगए? ભાવાર્થ:- ત્યાર પછી એકવાર કોઈ સમયે સુખાસન પર બેઠેલા જિનપાલિતને તેના માતા-પિતાએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો- હે પુત્ર! જિનરક્ષિત કઈ રીતે મૃત્યુને પ્રાપ્ત થયો? ५० तए णं जिणपालिए अम्मापिऊणं लवणसमुद्दोत्तारं च कालियवाक्समुत्थणं च पोयवहणविवत्तिं च फलगखंङआसायणं च रयणदीवुत्तारं च रयणदीवदेवयागिण्हणं च भोगविभूई च रयणदीवदेवयाघायणं च सूलाइयपुरिसदरिसणं च सेलगजक्खआरुहणं च रयणदीवदेवयाउवसग्गं च जिणरक्खियवावत्तिं च लवणसमुद्दउत्तरणं च चंपागमणं च सेलगजक्खआपुच्छणंचजहाभूयमवितहमसंदिद्धंपरिकहेइ। तएणंजिणपालिए जावअप्पसोगे जाए, विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ - ત્યારે જિનપાલિતે માતા-પિતાને લવણ સમુદ્રમાં પ્રવેશ કરવો, અચાનક તોફાનનું ઊઠવું, જહાજનું નષ્ટ થવું, પાટિયાનું હાથ લાગવું, રત્નદ્વીપમાં જવું, રત્નદ્વીપની દેવીના ઘરે જવું, ત્યાંના ભોગોનો વૈભવ, રત્નદ્વીપની દેવીના વધ સ્થાન પર જવું, શૂળી પર ચઢેલા પુરુષને જોવો, શૈલક યક્ષની પીઠ પર આરૂઢ થવું, રત્નદ્વીપની દેવી દ્વારા ઉપસર્ગ થવો, જિનરક્ષિતનું મરણ થવું, લવણ સમુદ્રને પાર કરવો, ચંપામાં આવવું અને શૈલક યક્ષનું તેને પૂછીને રત્નદ્વીપ તરફ રવાના થવું, આદિ પ્રત્યેક ઘટના જેમ બની હતી તેમ સત્ય અને અસંદિગ્ધરૂપે કહી સંભળાવી અને ત્યાર પછી જિનપાલિત યાવતું શોક રહિત થઈને વિપુલ કામભોગ ભોગવતો રહેવા લાગ્યો.