________________
| અધ્ય—૯: માર્કદીય
| ૨૭૫ |
ઉપાધ્યાયની પાસે પ્રવ્રજિત થઈને મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે, કામભોગની યાચના કે સ્પૃહા કરે છે; ભોગની ઇચ્છા કરે છે, તે મનુષ્ય આ ભવમાં ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા નિંદનીય થાય છે યાવતુ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. તેની દશા જિનરક્ષિત જેવી થાય છે.
[ छलिओ अवयक्खंतो, णिरावयक्खो गओ अविग्घेणं । तम्हा पवयणसारे, णिरावयक्खेण भवियव्वं ॥१॥ भोगे अवयक्खंता, पडंति संसार-सायरे घोरे ।
भोगेहिं णिरवयक्खा, तरंति संसारकंतारं ॥२॥] [અર્થ– પાછળ જોનારો જિનરક્ષિત છેતરાઈ ગયો અને પાછળ નહીં જોનાર જિનપાલિત નિર્વિને પોતાના સ્થાન પર પહોંચી ગયો. તેમ પ્રવચનના સારરૂ૫ ચારિત્રનું પાલન કરતાં કામભોગ તરફ દૃષ્ટિ કરવી જોઈએ નહીં. ./૧/ ચારિત્ર ગ્રહણ કરીને પણ જે ભોગોની ઈચ્છા કરે છે, તે ઘોર સંસાર સાગરમાં પડે છે અને જે ભોગોની ઇચ્છા કરતા નથી, તે સંસારરૂપી કાંતારને પાર કરી જાય છે. //રો] વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રત્નાદેવીના ઉપસર્ગોથી ચલિત થયેલા જિનરક્ષિતના મૃત્યુનું નિરૂપણ કરીને સાધકોને હિતસંદેશ આપ્યો છે. જે વ્યક્તિ અનુકૂળતામાં આસક્ત થાય છે, કામભોગોની ઈચ્છા કરે છે અને પરિણામે ભયંકર દુઃખ અને સંસાર પરિભ્રમણને વધારે છે. આ રીતે આ સૂત્રમાં જિનરક્ષિતના દષ્ટાંતે બોધનું વિધાન છે. અનુકૂળ પરીષહમાં નહીં ફસનાર જિનપાલિતના દષ્ટાંત બોધનું વિધાન આગળના સુત્રોમાં છે. તથાપિ આ સૂત્રની સાથે બંને પ્રકારના બોધને સાંકળી લેતી વિવેચનાત્મક અને ઉપદેશાત્મક ગાથાઓ મળે છે. તે ગાથાઓ અને તેના અર્થને ઇટાલિક ટાઈપ સાથે બોક્ષમાં રાખી છે. જિનપાલિતનું ચંપાગમન - |४६ तए णं सा रयणद्दीवदेवया जेणेव जिणपालिए तेणेव उवागच्छइ, उवागच्छित्ता बहूहिं अणुलोमेहि य पडिलोमेहि य खर-महुर-सिंगारेहि-कलुणेहि य उवसग्गेहि य जाहे णो संचाएइ चालित्तए वा खोभित्तए वा विप्परिणामित्तए वा ताहे संता तंता परितंता णिव्विण्णा समाणा जामेव दिसिंपाउब्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ:- ત્યાર પછી રત્નદ્વીપની દેવી જિનપાલિતની પાસે આવીને ઘણા અનુકૂળ, પ્રતિકૂળ, કઠોર, મધુર, શૃંગારવાળા અને કરુણાજનક ઉપસર્ગો દ્વારા જ્યારે તેને ચલાયમાન કરવા, ક્ષુબ્ધ કરવા અને મનને પરિવર્તિત કરવામાં અસમર્થ રહી, ત્યારે તે હતાશ, ખિન્ન, અતિખિન્ન, વિમનસ્ક થઈ ગઈ અને તે જે દિશાથી આવી હતી, તે જ દિશામાં પાછી ફરી. ४७ तए णं से सेलए जक्खे जिणपालिएणं सद्धिं लवणसमुदं मझमज्झेणं वीईवयइ, वीईवइत्ता जेणेव चंपा णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता चपाए णयरीए अग्गुज्जाणंसि जिणपालियंपिट्ठाओ ओयारेइ, ओयारित्ता एवं वयासी-एसणंदेवाणुप्पिया !चंपा णयरी दीसइ