________________
૨૭૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
विलसियाणियविहसियसकडक्खदिट्टिणिस्ससियमलिक्उवललियठियगमणपणयखिज्जिय पासादियाणि यसरमाणे रागमोहियमई अवसेकम्मवसगए अवयक्खइ मग्गओ सविलिय। ભાવાર્થ :- ત્યાર પછી કાનોને સુખપ્રદ અને મનોહર અલંકારિક શબ્દોથી તથા પ્રણયયુક્ત, સરલ અને મધુર વચનોથી જેનો રાગભાવ બમણો થઈ ગયો છે તેવા જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. તે રત્નદ્વીપની દેવીના સુંદર સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, અને નેત્રના લાવણ્ય, રૂ૫, સૌંદર્ય, યૌવન, સુંદરતા, હર્ષથી કરેલા આલિંગનો, ચેષ્ટાઓ, વિલાસો, વિનોદ, કટાક્ષો, કામક્રીડા જનિત નિશ્વાસો, પુરુષના ઇચ્છિત અંગના મર્દન, વિશેષ પ્રકારની ક્રીડારૂપ ઉપલલિત, ખોળામાં તેની હંસ જેવી બેસવારૂપ સ્થિતિ, ગતિ, પ્રણય પૂર્ણ રીસામણા-મનામણાનું સ્મરણ કરતા જિનરક્ષિતની મતિ રાગથી મોહિત થઈ ગઈ. તે વિવશ થઈ ગયો, કર્મને આધીન થઈ ગયો અને તે લજ્જા સાથે પાછળ– તેના મુખ તરફ જોવા લાગ્યો. ४३ तएणं जिणरक्खियं समुप्पण्णकलुणभावं मच्चुगलथल्लणोल्लियमई अवयक्खंत तहेव जक्खे उ सेलए जाणिऊण सणियं सणियं उव्विहइ णियगपिट्ठाहि विगयसद्धे । ભાવાર્થ:- ત્યાર પછી જેના મનમાં રત્નાદેવી પ્રતિ અનુરાગ જન્મ્યો છે તેવા જિનરક્ષિતને ગળી જવા માટે મૃત્યરૂપી રાક્ષસે તેના મતિરૂપ કાંઠલાને પકડ્યો, તેણે દેવી તરફ જોયું કે તુરંત જ શૈલક યક્ષે જિનરક્ષિતને પોતાના વચનમાં શ્રદ્ધારહિત જાણીને ધીરે-ધીરે પીઠ પરથી નીચે ફેંકી દીધો. ४४ तएणं सा रयणदीवदेवया णिस्संसा कलुणं जिणरक्खियं सकलुसा सेलगापिट्ठाहि ओवयंत दास ! मओसि त्ति जपमाणी, अप्पत्तं सागरसलिलं गेण्हिय बाहाहिं आरसंतं उड्डे उव्विहइ अंबरतले ओवयमाणं च मंडलग्गेणं पडिच्छित्ता णीलुप्पलगवल गुलिय अयसिप्पगासेण असिवरेणं खंडाखंडिं करेइ, करित्ता तत्थविलवमाणं तस्स यसरसवहियस्स घेत्तूण अंगमंगाई सरुहिराइं उक्खित्तबलिं चउद्दिसिं करेइ सा पंजली पहिट्ठा। ભાવાર્થ :- ત્યાર પછી તે નિર્દય અને કલુષિત હૃદયવાળી તે રત્નદ્વીપની દેવીએ દયનીય એવા જિનરક્ષિતને શૈલકની પીઠ પરથી નીચે પડતાં જોઈને કહ્યું–‘રે દાસ ! તું મર્યો’ એ પ્રમાણે બોલતાં-બોલતાં જિનરક્ષિત સમુદ્રના જલ સુધી પહોંચે તે પહેલાં જ, બન્ને હાથથી પકડીને, અવાજ કરતાં જિનરક્ષિતને ઉપર આકાશમાં ઉછાળ્યો, અને પછી નીચે આવી રહેલાં જિનરક્ષિતને તલવારની અણી ઉપર ઝીલી લીધો. નીલકમલ, ભેંસના શિંગડા અને અલસીના ફુલની સમાન શ્યામરંગની શ્રેષ્ઠ તલવારથી વિલાપ કરતા જિનરક્ષિતના ટૂકડે ટૂકડા કરી નાંખ્યા. ત્યાર પછી લોહીથી ખરડાયેલા જિનરક્ષિતના અંગોપાંગને ગ્રહણ કરીને અભિમાન- પૂર્વક ચારે દિશામાં કાગડા વગેરેને બલિદાનરૂપે ફેંકી દીધા. ४५ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरियउवज्झायाणं अंतिए पव्वइए समाणे पुणरवि माणुस्सए कामभोगे आसायइ पत्थयइ पीहेइ अभिलसइ, सेणं इहभवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं जाव संसारं अणुपरियट्टिस्सइ, जहा वा से जिणरक्खिए । ભાવાર્થ:- એ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે નિગ્રંથો અથવા નિગ્રંથીઓ, આચાર્ય